મહારાષ્ટ્રમાં દેવેન્દ્રના શિરે મુખ્યમંત્રીનો તાજ

શિંદે-અજિતને બનશે ડેપ્યુટી સીએમ.

Devendra Fadnavis: Copyright Free Stock Images | Free Download

કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? આ પ્રશ્નને લઈને ચાલી રહેલા સસ્પેન્સનો આજે અંત આવ્યો. આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠક ચાલુ થઈ ગઇ. જેમાં ભાજપ દળના નેતાની પસંદગી કરવામાં આવી હતી. કેન્દ્રીય નિરીક્ષક નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં ધારાસભ્ય દળના નેતા તરીકે દેવેન્દ્ર ફડણવીસની પસદગી કરી લેવામાં આવી છે. એટલે કે આગામી મુખ્યમંત્રી પણ હવે દેવેન્દ્ર ફડણવીસ જ બનશે તે ફાઈનલ થઇ ગયું છે. 

Devendra Fadnavis to take oath as Maharashtra CM tomorrow, name cleared at  BJP core committee meet | Mumbai News - The Indian Express

સીએમ પદની રેસમાં દેવેન્દ્ર ફડણવીસનું નામ સૌથી આગળ હતું. હવે બેઠકમાં ફડણવીસના નામને મંજૂરી મળી ગઈ છે. ધારાસભ્ય દળના નેતાની ચૂંટણી બાદ મહાયુતિના નેતાઓ આજે બપોરે ૦૩:૩૦ વાગ્યે રાજ્યપાલને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. ત્યારપછી આવતીકાલે મુંબઈના આઝાદ મેદાનમાં ઐતિહાસિક શપથ ગ્રહણ સમારોહ યોજાશે. નાગપુરમાંથી ચૂંટાયેલા ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત સાથે જ તેમના નિવાસ સ્થાનની બહાર ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યકરો ઢોલ-નગારા સાથે ઉજવણી કરી રહ્યા હતા.

આજે જાહેર થઇ જશે મહારાષ્ટ્રના CMનું નામ, 5 ધારાસભ્યો પર 1 મંત્રી, જાણો નવી  કેબિનેટની ફોર્મ્યુલા - Gujarati News | Maharashtra BJP MLA Meeting: CM  Candidate Announcement Today ...

મહારાષ્ટ્ર ભાજપ નેતા સુધીર મુનગંટીવારે જાહેરાત કરી છે કે, મહાયુતિ ગઠબંધનના નેતાઓ આજે બપોરે ૦૩:૩૦ વાગ્યે રાજ્યના ગવર્નર સી.પી. રાધાક્રિષ્ણનની મુલાકાત લઈ નવી સરકાર રચવાનો દાવો કરશે.

મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીના નામની આજે જાહેરાત: નવી સરકાર બનાવવાનો રસ્તો  સાફ - B-INDIA Gujarati

મહાયુતિ ગઠબંધનમાં સામેલ ભાજપના ૨૨ ધારાસભ્યો, એનસીપી (અજિત પવાર)ના ૧૦ ધારાસભ્યો અને શિવસેનાના ૧૨ ધારાસભ્યો મંત્રી પદે શપથ લેશે.

Maharashtra CM LIVE Update; Eknath Shinde Devendra Fadnavis | Ajit Pawar  NCP BJP Shiv Sena MLA | CMને લઈને સસ્પેન્સ વચ્ચે શિંદે-ફડણવીસની મુલાકાત:  અડધો કલાક બંધબારણે વાતચીત, વિજય ...

મહારાષ્ટ્રમાં પ્રચંડ જીત સાથે ફરી સરકાર બનવા સજ્જ બનેલી મહાયુતિ ગઠબંધનના ટોચના પક્ષોના નેતા અજિત પવાર અને એકનાથ શિંદે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ બનશે. ચૂંટણી પરિણામોના ૧૦ દિવસ બાદ મહારાષ્ટ્રમાં નવી સરકાર બનાવવાના સસ્પેન્સનો આજે અંત આવ્યો છે.

Maharashtra new Chief Minister LIVE updates: Nirmala Sitaraman and Vijay  Rupani arrive at Vidhan Bhavan - The Hindu

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદે દેવેન્દ્ર ફડણવીસના નામની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટાયેલા ધારાસભ્યોએ ફડણવીસને મુખ્યમંત્રી બનાવવાના વિચાર પર સહમતિ આપી છે. આવતીકાલે મુંબઈના આઝાદ મેદાન પર શપથ ગ્રહણ કરશે.

Devendra Fadnavis : देवेंद्र फडणवीस महाराष्ट्राचे नवे मुख्यमंत्री, महायुती  आज करणार सत्तास्थापनेचा दावा – News18 मराठी

મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી સહિત ધારાસભ્યોની શપથ વિધી આવતીકાલે ગુરૂવારે સાંજે ૦૫:૩૦ વાગ્યે યોજાશે. જેથી આજે મહાયુતિ ગઠબંધને રાજ્યના નવા સીએમના નામની જાહેરાત કરવી પડશે. આ સિવાય  ધારાસભ્યોના નેતાની પણ પસંદગી આજે કરશે. 

Image

મહારાષ્ટ્રમાં વિધાનભવનમાં ભાજપના ધારાસભ્ય દળની બેઠક શરૂ થઇ ગઈ છે જેમાં તમામ ૧૩૨ ધારાસભ્યો પહોંચી ગયા છે. આ બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસની સાથે કેન્દ્રીય પર્યવેક્ષક નિર્મલા સીતારમણ અને વિજય રૂપાણી પણ હાજર છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *