મુંબઈમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા…

૪,૦૦૦ થી વધુ પોલીસ સાથે મહત્ત્વનાં સ્થળોએ અન્ય સુરક્ષા એજન્સીના જવાનો તહેનાત.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં નવી સરકારની શપથવિધિને ધ્યાનમાં રાખી મુંબઈ પોલીસે શહેરમાં જડબેસલાક સુરક્ષાવ્યવસ્થા ગોઠવી દીધી છે. મહત્ત્વનાં સ્થળોએ એસઆરપીએફ સહિતની સુરક્ષા એજન્સીના જવાનોને તહેનાત કરી દેવામાં આવ્યા છે તો ટ્રાફિક પોલીસ દ્વારા વાહનવ્યવહારનું સતત નિયમન કરવામાં આવી રહ્યું છે.

Over 2,500 Cops, Drones: Massive Security At Mumbai's Azad Maidan For  Maharashtra CM's Oath - News18

આઝાદ મેદાનમાં ગુરુવારે થનારી શપથવિધિમાં મોટી સંખ્યામાં સમર્થકો એકઠા થવાની શક્યતાને પગલે પોલીસ દ્વારા બુધવારથી જ વિશેષ સુરક્ષા ગોઠવી દેવામાં આવી હતી. શપથવિધિ સુરક્ષિત રીતે પાર પડે તે માટે મુંબઈના પોલીસ કમિશનર, સ્પેશિયલ કમિશનર અને જૉઈન્ટ પોલીસ કમિશનર (લૉ ઍન્ડ ઑર્ડર)ની દેખરેખ હેઠળ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Latest The Morning Filter News - The Hindu

પાંચ એડિશનલ પોલીસ કમિશનર, ૧૫ ડેપ્યુટી પોલીસ કમિશનર, ૨૯ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર, ૫૨૦ પોલીસ અધિકારી અને ૩,૫૦૦ પોલીસ કર્મચારીને સુરક્ષાવ્યવસ્થાની જવાબદારી સોંપવામાં આવી છે. સતર્કતા ખાતર બુધવાર સાંજથી જ ઠેકઠેકાણે નાકાબંધી કરી શંકાસ્પદ જણાતાં વાહનોની તપાસ કરવામાં આવી હતી.

Mahayuti Alliance leaders oversee Maharashtra CM oath ceremony

પોલીસ સિવાય મહત્ત્વનાં સ્થળોએ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (એસઆરપીએફ)ની ટુકડી, ક્વિક રિસ્પોન્સ ટીમ (ક્યૂઆરટી), રાયટ્સ ક્ધટ્રોલ ટીમ, ડેલ્ટા, કોમ્બેટની ટીમ પણ ગોઠવી દેવામાં આવી છે. બૉમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (બીડીડીએસ) અને ડૉગ સ્ક્વોડ પણ સુરક્ષાના કાર્યમાં જોતરાઈ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *