બ્રાઈડ ટુ બી માટે ખાસ ડાયટ પ્લાન

જો તમે પણ બ્રાઈડ ટુ બી છો અને તમારા લગ્ન થવાના છે તો તમારી સ્કીન અને હેલ્ધનું ધ્યાન રાખવું ખુબજ જરૂરી છે, એના માટે મોંઘા પાર્લર કે કોસ્મેટિક્સ નહિ પરંતુ હેલ્ધી અને બેલેન્સ્ડ ડાયટ લેવું ખુબજ જરૂરી છે.

બ્રાઈડ ટુ બી માટે ખાસ ડાયટ પ્લાન, સ્કિન કરશે ગ્લો અને સ્ટેમિના જળવાઈ રહેશે

શિયાળાની કડકતી ઠંડી પડી રહી છે, ઠંડી પડવાની સાથે નવેમ્બર થી ફેબ્રુઆરી સુધી લગ્નની સીઝન પણ છે. આ સીઝનમાં ઘણી મહિલાઓ લગ્ન થવાના હશે ! લગ્ન દરેક છોકરીના જીવનમાં ખૂબ જ ખાસ ક્ષણ હોય છે અને આ ખાસ ક્ષણમાં દરેક વ્યક્તિ સુંદર અને આકર્ષક દેખાવા માંગે છે. તેમના લગ્નની તૈયારી કરતી બ્રાઈડ તેમની સુંદરતા વધારવા માટે ઘણા પ્રયત્નો કરે છે. જેમ કે મોંઘા કોસ્મેટિક્સ પ્રોડક્ટ્સનનો ઉપયોગ, મોંઘા પાર્લરમાં સ્પેશીલ ટ્રીટમેન્ટ વગેરે.

Indian Superfoods For Every Bride

જો તમે પણ બ્રાઈડ ટુ બી છો અને તમારા લગ્ન થવાના છે તો તમારી સ્કીન અને હેલ્ધનું ધ્યાન રાખવું ખુબજ જરૂરી છે, એના માટે મોંઘા પાર્લર કે કોસ્મેટિક્સ નહિ પરંતુ હેલ્ધી અને બેલેન્સ્ડ ડાયટ લેવું ખુબજ જરૂરી છે. જે તમારી સુંદરતા વધારવામાં સૌથી વધુ મદદગાર સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં, તમારે તમારી જાતને થોડો સમય આપવાની જરૂર છે જેથી કરીને જ્યારે તમે દુલ્હન બનો ત્યારે તમે સૌથી સુંદર લાગો, આ માટે તમે અહીં આપેલ સરળ ડાયટ પ્લાન અપનાવી શકો છો જે તમારી સુંદરતા વધારવામાં મદદ કરી શકે છે.

Full Day Diet Plan for Weight Loss | Wedding Diet Plan | Hindi

દુલ્હન ડાયટ પ્લાન 

A Super Bride Diet Chart & Nutrition Guide to look Glam.. without losing  the Glow! – Rish Agarwal Best Candid Wedding Photographer Delhi India

  • ડિટોક્સ વોટર : ડિટોક્સ પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે શરીરને હાઇડ્રેટેડ રાખવામાં અને ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. લીંબુ, કાકડી, ફુદીનાના પાન જેવી વસ્તુઓમાંથી બનાવેલ ડિટોક્સ પાણી પીવાથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ મળે છે અને તમારી સ્કિન પર ગ્લો લાવવામાં પણ મદદરૂપ થાય છે.
  • હેલ્થી ડાયટ : જો તમે દુલ્હન બનવા જઈ રહ્યા છો તો સૌથી પહેલા તમારે બહારથી તળેલું ખાવાનું છોડી દેવું પડશે. શક્ય તેટલું સ્વસ્થ ખાવાનો પ્રયાસ કરો. તમારા ડાયટમાં તાજા ફળો, શાકભાજી, કઠોળ અને બદામનો સમાવેશ કરો તે ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.
  • પૂરતા પ્રમાણમાં પાણી પીવો : બોડી ડિહાઈડ્રેટેડ ન થઇ જાય એ માટે દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવો, ૮-૧૦ ગ્લાસ પાણી પીવો આ ઉપરાંત કોઈ ફ્રૂટ્સ અથવા તેના ફ્રૂટ્સ પણ પીવો, જે તમને સ્ટેમિના આપશે અને સ્કિન પર ગ્લો લાવવામાં મદદ કરે છે.
  • સ્કિન કેર કરો : તમારી સ્કિનનું ધ્યાન રાખવું પણ અગત્યનું છે. ખાસ કરીને જ્યારે તમે લગ્નની તૈયારી કરી રહ્યાં હોવ. તમારી સ્કિનને દિવસમાં બે વાર ક્લીન કરો, એક વાર સવારે અને એક વાર તમારી સ્કિનને મોઇશ્ચરાઇઝ કરવા માટે સારા મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો. તમારી સ્કિનને હાઇડ્રેટેડ રાખવા માટે પૂરતું પાણી પીઓ.
  • યોગ, વોકિંગ અથવા અન્ય કસરત : દરરોજ ઓછામાં ઓછું ૩૦ મિનિટનું વોક અથવા યોગ અથવા અન્ય કોઈ કસરત કરો. તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. દરરોજ એક જ સમયે તમારી વૉક કરો અને વૉક પછી તમારા શરીરને આરામ કરવા માટે થોડો સમય આપો. ચાલવાથી શરીરને મજબૂત અને લવચીક બનાવવામાં મદદ મળે છે અને સ્કીનમાં પણ સુધારો થાય છે.
  • દિવસ દરમિયાન હેલ્ધી ખાઓ : આખો દિવસ થોડી માત્રામાં ખાવાથી તમારા શરીરને સતત એનર્જી મળે છે, જેનાથી તમને ઓછો થાક લાગે છે, જે તમારા સ્વાસ્થ્ય અને સુંદરતા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આખા દિવસ દરમિયાન થોડી માત્રામાં ખાવાથી તમારું વજન વધતું નથી.
  • પૂરતી ઊંઘ લો : સારી ઊંઘ પણ આપણા માટે ખૂબ જ જરૂરી છે. આપણા માટે ઓછામાં ઓછા ૮ કલાકની ઉંઘ લેવી ખૂબ જ જરૂરી છે, સારી ઊંઘ લેવાથી આપણું માનસિક સ્વાસ્થ્ય સુધરે છે, જેમ કે તણાવ ઓછો થાય છે અને મૂડ પણ સારો રહે છે, આ ઉપરાંત પૂરતી ઊંઘ લેવાથી તમારા આંખ નીચેના ડાર્ક સર્કલ પણ ઓછા થઇ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *