બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ સંબંધિત પોતપોતાની સ્થિતિ પર અડગ છે. તમામ લોકો ICCના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. પરંતુ ICCએ ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને બેઠક રદ કરી દીધી છે. પરંતુ હવે નવી તારીખ આવી છે જ્યારે ટુર્નામેન્ટનું ભવિષ્ય નક્કી થશે.
બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ સંબંધિત પોતપોતાની સ્થિતિ પર અડગ છે. તમામ લોકો ICCના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. પરંતુ ICCએ ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને બેઠક રદ કરી દીધી છે. પરંતુ હવે નવી તારીખ આવી છે જ્યારે ટુર્નામેન્ટનું ભવિષ્ય નક્કી થશે. એક તરફ બીસીસીઆઈ હાઈબ્રિડ મોડલ પર અડગ છે તો બીજી તરફ પાકિસ્તાને તેનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. આ મુદ્દે ICCની બેઠક યોજાવાની હતી જે ૫ થી ૭ ડિસેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી છે.
એક ચર્ચામાં ICCએ PCBને હાઈબ્રિડ મોડલ માટે રાજી કર્યું. પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ માટે સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. અહેવાલો અનુસાર, PCB ICC ટૂર્નામેન્ટ માટે તેના અંતિમ સ્ટેન્ડ સાથે ICC સાથે બેઠક કરવા માટે તૈયાર છે. PCBએ હાઈબ્રિડ મોડલ પર એક શરત મૂકી કે ભારતમાં યોજાતી તમામ ટૂર્નામેન્ટ પણ હાઈબ્રિડ મોડલ પર જ હોવી જોઈએ, કારણ કે આ પછી પાકિસ્તાનની ટીમ આઈસીસીની કોઈપણ ઈવેન્ટ માટે ભારતનો પ્રવાસ નહીં કરે.
ચેમ્પિયન્સ ટ્રોફી ફેબ્રુઆરી-માર્ચમાં યોજાવાની છે, પરંતુ ટૂર્નામેન્ટનું અંતિમ શિડ્યુલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. ICCએ ૨૯ નવેમ્બરે આ મુદ્દે બેઠક યોજી હતી, પરંતુ કોઈ સહમતિ સધાઈ ન હતી. હવે નવી બેઠક પણ ૫ થી ૭ ડિસેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી છે. ડ્રાફ્ટ શેડ્યૂલમાં ચેમ્પિયન્સ ટ્રોફી માટે લાહોર, કરાચી અને રાવલપિંડી ત્રણ સ્થળો છે અને પાકિસ્તાનમાં તેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
જય શાહે ૧ ડિસેમ્બરના રોજ ગ્રેગ બાર્કલેના કાર્યકાળના અંત પછી ICC પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેણે 5 ડિસેમ્બરે દુબઈમાં ICC હેડક્વાર્ટરની મુલાકાત લીધી અને સ્ટાફ અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સને મળ્યા. તેણે કહ્યું, ‘આ મુલાકાતે ICC બોર્ડમાં મારા સાથીદારો સાથે જોડાવા માટે એક અમૂલ્ય તક પૂરી પાડી, જ્યાં અમે આ અદ્ભુત રમતના ભવિષ્યને આકાર આપવા માટે પ્રારંભિક રોડમેપ અને વ્યૂહરચનાઓની ચર્ચા કરી. ક્રિકેટને આગળ લઈ જવા માટે પડદા પાછળ અથાક મહેનત કરતી સમર્પિત ICC ટીમને મળીને પણ મને એટલી જ ખુશી થઈ.
ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ આવતા વર્ષની શરૂઆતમાં પાકિસ્તાનમાં યોજાવાની છે. પરંતુ ટૂર્નામેન્ટના સમયપત્રક અને સ્થળને લઈને હજુ કંઈ સ્પષ્ટ નથી. બીસીસીઆઈએ ભારતીય ટીમને પાકિસ્તાન મોકલવાનો ઈન્કાર કરી દીધો છે. આવી સ્થિતિમાં ICC હાઇબ્રિડ મોડલ પર વિચાર કરી રહી છે.
આ મામલાને લઈને પીસીબીએ તાજેતરમાં ભારત અને આઈસીસીને મોટો ઝટકો આપ્યો હતો. PCB એ હાઇબ્રિડ મોડલને નકારી કાઢ્યું. પાકિસ્તાની બોર્ડે આઈસીસી પાસે એવી પણ માંગ કરી છે કે જો ચેમ્પિયન્સ ટ્રોફી હાઈબ્રિડ મોડલ હેઠળ યોજવામાં આવે તો પાકિસ્તાન ભારતમાં આઈસીસી ટૂર્નામેન્ટની વધુ કોઈ મેચ નહીં રમે.