ગુજરાતમાં નકલી મેડીકલ ડિગ્રી વેચવાનું કૌભાંડ પકડાયું

સુરત પોલીસે ૧૪ લોકોની ધરપકડ કરી.

fake medical degrees scam busted in surat Gujarat

ગુજરાતમાં નકલી સરકારી ઓફીસ, નકલી ટોલ બૂથ, નકલી કોર્ટ જેવા એક પછી એક ‘નકલી કૌભાંડ’નો પર્દાફાશ થઇ રહ્યો છે. એવામાં સુરતમાં નકલી ‘બેચલર ઓફ ઈલેક્ટ્રો-હોમિયોપેથી મેડિસિન એન્ડ સર્જરી’ (BEMS) ડિગ્રી બનાવતી ટોળકીનો પર્દાફાશ થયો છે. આ કૌભાંડમાં ૧૦ નકલી ડોક્ટરો સહિત ૧૪ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Surat police nab 13 bogus doctors in fake degree scam | DeshGujarat

સુરત પોલીસે જણાવ્યું કે આરોપીઓના ક્લિનિક્સમાંથી એલોપેથિક અને હોમિયોપેથિક દવાઓ, ઈન્જેક્શન, સિરપની બોટલો અને પ્રમાણપત્રો મળી આવ્યા છે. પોલીસ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ૩ આરોપીઓ ૭૦,૦૦૦ રૂપિયામાં નકલી BEMS ડિગ્રી વેચતા હતા. મુખ્ય આરોપીઓની ઓળખ સુરતના રહેવાસી રસેશ ગુજરાતી, અમદાવાદના રહેવાસી બીકે રાવત અને તેમના સહયોગી ઈરફાન સૈયદ તરીકે થઈ છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ‘બોર્ડ ઓફ ઇલેક્ટ્રો હોમિયોપેથિક મેડિસિન, અમદાવાદ’ની આડમાં કૌભાંડ ચલાવવામાં આવતું હતું.

Surat police nab 13 bogus doctors in fake degree scam | DeshGujarat

સુરત પોલીસના દરોડા:
પોલીસે જણાવ્યું કે તેમને માહિતી મળી હતી કે નકલી ડોક્ટરની ડિગ્રી ધરાવતા ત્રણ લોકો એલોપેથીની પ્રેક્ટિસ ચલાવી રહ્યા છે. મહેસૂલ વિભાગે પોલીસ સાથે મળીને તેમના ક્લિનિક્સ પર દરોડા પાડ્યા હતા. જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે, આરોપીએ BEHMની ડિગ્રી બતાવી, જે નકલી હોવાનું પોલીસને જાણવા મળ્યું કારણ કે ગુજરાત સરકાર આવી કોઈ ડિગ્રી નથી આપતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *