બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ હાર્યા બાદ ભારતીય ટીમ ડબલ્યુટીસી પોઇન્ટ ટેબલમાં ત્રીજા નંબરે પહોંચી ગઇ હતી.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં રવિવારે (૮ ડિસેમ્બર) એડિલેડમાં ઓસ્ટ્રેલિયા સામે પિંક બોલ ટેસ્ટ હારવાને કારણે ડબલ્યુટીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ૨૦૨૫ ની ફાઇનલ માટે ક્વોલિફાય થવાની ભારતની સંભાવનાને મોટો ફટકો પડ્યો છે. ભારતની સ્કોર ટકાવારી (પીસીટી) ૬૧.૧૧ થી ઘટીને ૫૭.૨૯ થઈ હતી.
આ સાથે રોહિત શર્માની ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા કરતાં પણ નીચે આવી ગઈ હતી. આ સીરિઝમાં સુધારો કરવા અને સતત ત્રીજી ડબ્લ્યુટીસી ફાઇનલ માટે ક્વોલિફાય થવા માટે ભારત પાસે માત્ર ત્રણ વધુ ટેસ્ટ હશે. ન્યુઝીલેન્ડ સામે તેની જ ભૂમિ પર ૦-૩ થી વ્હાઈટવોશ કર્યા બાદ બે મહિનામાં ચોથી હાર બાદ આ પડકાર વધુ મુશ્કેલ બન્યો છે.
ભારત ઓસ્ટ્રેલિયા થી આગળ નીકળી શકશે?
ઓસ્ટ્રેલિયાનો પીસીટી વર્તમાન ડબ્લ્યુટીસી ચક્રમાં તેમની નવમી જીત સાથે ૫૭.૬૯ થી ૬૦.૭૧ પર પહોંચી ગયો છે. જેના કારણે તેઓ બીજા સ્થાને રહેલા દક્ષિણ આફ્રિકા (૫૯.૨૬)થી આગળ નીકળી ગયા છે. સાઉથ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચનો સિલસિલો જારી રહ્યો છે. આ મેચ જીતીને સાઉથ આફ્રિકા ડિફેન્ડિંગ ચેમ્પિયનને પાછળ છોડી શકે છે.
ભારત હવે કેટલી હાર સહન કરી શકશે?
ભારત અન્ય પર આધાર રાખ્યા વિના ડબ્લ્યુટીસી ૨૦૨૫ ની ફાઇનલ માટે ક્વોલિફાય થવા માટે તેની બાકીની ૩ મેચોમાં એક પણ હાર પરવડી શકે તેમ નથી. આ ઉપરાંત ભારત મહત્તમ એક ડ્રો અને બે મેચ જીતીને ૬૦.૫૨ ના પીસીટી સાથે વર્તમાન ચક્ર પૂરું કરી શકે છે. સતત ત્રણ જીત સાથે, રોહિત એન્ડ કંપની ૬૪.૦૫ પીસીટી પર ૧૪૬ પોઇન્ટ એકત્રિત કરી શકે છે. આ સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાની ટીમ તેમને પાછળ છોડી શકશે નહીં. આ માટે ભારતે ડિફેન્ડિંગ ડબલ્યુટીસી ચેમ્પિયન સામે ૩-૨ થી શાનદાર જીત મેળવવી પડશે.
ભારતનું WTC ફાઈનલ સુધી પહોંચવાનું ગણિત
જો ભારત ઓસ્ટ્રેલિયાને ૩-૨ થી હરાવે છે તો તેના ૧૩૪ પોઇન્ટ અને ૫૮.૭૭ પીસીટી થઇ જશે. આ પછી ઓસ્ટ્રેલિયાને શ્રીલંકામાં બે ટેસ્ટ સીરિઝ રમવાની છે. ઓસ્ટ્રેલિયા પાસે વધુમાં વધુ ૧૨૬ પોઇન્ટ અને ૫૫.૨૬ પીસીટી હોઇ શકે છે. ઉપરાંત, દક્ષિણ આફ્રિકા શ્રીલંકા અને પાકિસ્તાન સામેની તેની બાકીની ઘરઆંગણાની મેચમાંથી ત્રણ જીત સાથે તેની પીસીટીને ૬૯.૪૪ પર લઈ જઈ શકે છે.
જો ભારત ઓસ્ટ્રેલિયાને ૩-૧ થી હરાવે છે તો તેના ૧૩૮ પોઈન્ટ અને ૬૦.૫૨ પીસીટી થઈ જશે. ત્યારબાદ શ્રીલંકામાં બંને મેચ જીત્યા બાદ પણ ઓસ્ટ્રેલિયા માત્ર ૫૭ પીસીટી સુધી જ પહોંચશે. કાંગારુની ટીમ રેસમાંથી બહાર થઈ જશે.
જો ઓસ્ટ્રેલિયા સાથે શ્રેણી ૨-૨ થી ડ્રો થાય તો ભારતના ૧૨૬ પોઈન્ટ અને ૫૭.૦૧ પીસીટી થઈ જશે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા શ્રીલંકાને શ્રેણીમાં હરાવીને ૧૩૦ પોઇન્ટ સુધી પહોંચી શકે છે. ભારત ડબ્લ્યૂટીસી ફાઇનલની રેસમાંથી બહાર થઇ શકે છે. સંપૂર્ણ સમીકરણ જાણવા માટે ક્લિક કરો.
રેન્ક | ટીમ | મેચ | કુલ અંક | મેળવેલ અંક | પીસીટી | |||
રમી | જીત | હાર | ડ્રો | |||||
1 | ઓસ્ટ્રેલિયા | ૧૪ | ૯ | ૪ | ૧ | ૧૬૮ | ૧૦૨ | ૬૦.૭૧ |
2 | દક્ષિણ આફ્રિકા | ૯ | ૫ | ૩ | ૧ | ૧૦૮ | ૬૪ | ૫૯.૨૬ |
3 | ભારત | ૧૬ | ૯ | ૬ | ૧ | ૧૯૨ | ૧૧૦ | ૫૭.૨૯ |
4 | શ્રીલંકા | ૧૦ | ૫ | ૫ | ૦ | ૧૨૦ | ૬૦ | ૫૦ |
5 | ઇંગ્લેન્ડ | ૨૧ | ૧૧ | ૯ | ૧ | ૨૫૨ | ૧૧૪ | ૪૪.૪૪ |
6 | ન્યૂઝીલેન્ડ | ૧૩ | ૬ | ૭ | ૦ | ૧૫૬ | ૬૯ | ૪૪.૨૩ |
7 | પાકિસ્તાન | ૧૦ | ૪ | ૬ | ૦ | ૧૨૦ | ૪૦ | ૩૩.૩૩ |
8 | બાંગ્લાદેશ | ૧૨ | ૪ | ૮ | ૦ | ૧૪૪ | ૪૨ | ૩૧.૨૫ |
9 | વેસ્ટ ઇન્ડીઝ | ૧૧ | ૨ | ૭ | ૨ | ૧૩૨ | ૩૨ | ૨૪.૨૪ |
