૧.૮૦ કરોડ લોકોને મળશે લાભ…
નવા વર્ષની શરૂઆતથી એક રાષ્ટ્ર, એક સભ્ય યોજનાની શરૂઆત થશે. આ યોજનાથી ૧.૮૦ કરોડ વિદ્યાર્થીને લાભ થશે. ૧ જાન્યુઆરી, ૨૦૨૫ થી વિશ્વભરના ટોચના જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધન પેપર્સને ઍક્સેસ કરી શકશે.
કેન્દ્ર સરકારની ‘વન નેશન, વન સબસ્ક્રિપ્શન’ પહેલ હેઠળ વિદ્યાર્થીઓને આ લાભ મળશે. કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર એ.કે.સૂદે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે ‘વન નેશન, વન સબસ્ક્રિપ્શન’ યોજનાના પ્રથમ તબક્કા હેઠળ વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, મેડિસિન, ગણિત, મેનેજમેન્ટ, સામાજિક વિજ્ઞાન અને માનવતા પર ૧૩,૪૦૦ થી વધુ આંતરરાષ્ટ્રીય જર્નલ્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે.