ફ્લાવર શોની ટિકિટના ભાવમાં વધારો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે જાન્યુઆરી માસમાં યોજાનારા ફ્લાવર શોની ફીમાં આ વર્ષે વધારો કરી દેવાયો છે.
અમદાવાદમાં AMC દ્વારા રિવરફ્રન્ટ ખાતે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કરોડો રૂપિયાનાં ખર્ચે ફ્લાવર શો નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ફ્લાવર શો માં અને આકર્ષક સ્કલ્પચર બનાવવામાં આવ્યા હતા. એએમસી દ્વારા આયોજન કરેલ ફ્લાવર શો એ રેકોર્ડ બનાવ્યો હતો. જેમાં લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચર માટે અમદાવાદ ફ્લાવર શો ને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું.

દર વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. આ ફ્લાવર શો જોવા લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે. ત્યારે ગત વર્ષે પાંચ લાખની વધુ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. જોકે આવનાર ફ્લાવર શોમાં AMC દ્વારા એન્ટ્રી ફી ટિકિટ માં વધારો કરવામાં આવ્યો છે. એએમસી દ્વારા ફી બમણી કરી દેવામાં આવી છે. જેમાં શનિ રવિ રૂ૧૦૦ ફી ટિકિટ, સોમ થી શુક્ર રૂ ૭૦ ટિકિટ ફી લેવામાં આવનાર છે. જોકે AMC સંચાલિત બાળકો માટે ફ્રી એન્ટી રાખવામાં આવી છે. જ્યારે અન્ય સ્કૂલના બાળકો માટે ૧૦ રૂપિયાની ટિકિટ રાખવામાં આવેલ છે.
પિટુનીયા જેવી ફૂલોની જાતિના ૭ લાખથી વધુ રોપા દ્વારા ૪૦૦ મીટર લાંબુ ફ્લાવર્સ સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. ૩૦ થી વધુ વિદેશી ફૂલોની જાતિ પણ લોકોને જોવા મળશે. આ ઉપરાંત વીમકા, ગજેનિયા, એન્ટિરિનીયમ, એસ્ટર, તોરણીયા, પાઇન્સેનટીયા જરબેરા, ડહેલીયા વગેરે પ્રકારના ૧૫ લાખથી વધુ ફૂલ છોડના રોપા જોવા મળશે. ફૂલ છોડના રોપાઓના વેચાણ માટે ૮ જેટલી ખાનગી નર્સરીના સ્ટોલ રહેશે. જંતુનાશક દવા બિયારણ, ગાર્ડન ઓજારો તેમજ અન્ય ચીજ વસ્તુઓના વેચાણ માટેના 21 સ્ટોલ હશે. ખાણીપીણીને લગતા ૧૫ જેટલા ફૂડ કોર્ટ પણ હશે.