કહેવાય છે કે ૨૦ મિનિટના મેડિટેશન ૪ કલાકની ઊંઘ બરાબર છે. જ્યારે તમને ઘણીવાર રાત્રે ઊંઘ નથી આવતી અને તમને ચિંતાની સમસ્યા પરેશાન કરે છે ત્યારે તમે ઊંધતા પહેલા મેડિટેશન કરી શકો છો…
કહેવાય છે કે ૨૦ મિનિટના મેડિટેશન ૪ કલાકની ઊંઘ બરાબર છે. જ્યારે તમને ઘણીવાર રાત્રે ઊંઘ નથી આવતી અને તમને ચિંતાની સમસ્યા પરેશાન કરે છે ત્યારે તમે ઊંધતા પહેલા મેડિટેશન કરી શકો છો. ઊંઘતા પહેલા મેડિટેશન કરવાથી તમારા મનને શાંત કરવા ઉપરાંત શરીર ઉપર પણ ઘણો પ્રભાવ પાડે છે. જોકે સમજવા જેવી વાત એ છે કે ઊંઘતા પહેલા મેડિટેશન કેવી રીતે કરવું, શું છે તેની રીત અને શું છે ફાયદા.
રાત્રે ઊંઘતા પહેલા તમારે ૨૦ મિનિટ આરામથી મેડિટેશન કરવું જોઈએ. મેડિટેશન એટલે કે ધ્યાનથી લોકોને ઝડપથી ઊંઘ આવે છે, આંખની ઝડપી હિલચાલ (આરઈએમ) ઊંઘની સ્થિતિમાં વધારો થાય છે અને ગાઢ નિંદ્રા જળવાઈ રહે છે. આ ઊંઘને ઉણપ કરવામાં મદદરૂપ છે અને તમને માનસિક શાંતિ આપે છે.
ઊંઘતા પહેલા મેડિટેશન કેવી રીતે કરવું
- ઊંઘતા પહેલા ૨૦ મિનિટ સુધી મેડિટેશન કરવા સૌ પહેલા લાઈટ બંધ કરો અને પછી આંખો બંધ કરી લો.
- આ પછી આરામથી બેસો અને પછી હળવા-હળવા શ્વાસ લો.
- આ પછી તમારે તમારા કાન બંધ કરવા પડશે, તમારી આંખો બંધ રાખવાની છે અને ૧૦ મિનિટ સુધી શ્વાસ લો અને શ્વાસ છોડો.
- આમ કર્યા બાદ તમને અલગથી શાંતિનો અનુભવ થશે અને ઊંઘ આવવા લાગશે.
ઊંઘતા પહેલા મેડિટેશનના ફાયદા
ઊંઘતા પહેલા ૨૦ મિનિટ સુધી ધ્યાન કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે તમને પહેલા શાંત કરે છે. મનની વિચારવાની ગતિ ઘટે છે અને તેનાથી માનસિક શાંતિ મળે છે. આ સિવાય ૨૦ મિનિટ મેડિટેશન કરવાથી તમારી ચિંતા ઓછી થાય છે અને તમને સારું લાગવા લાગે છે. આ સિવાય તણાવ ઓછો થાય છે અને તમે બધું જ ભૂલી જવા લાગો છો. આ રીતે મગજ તમને ઊંઘવા તરફ દોરી જાય છે અને પછી તમે ઊંઘી જાઓ છો.