તારીખ ૧૧ /૧૨ / ૨૦૨૪ ને બુધવારના રોજ ગીતા જયંતી પર્વ નિમિત્તે સંસ્કૃત અને સંસ્કૃતિનું જતન થાય અને બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય, બાળકોમાં આત્મવિશ્વાસ વધે, વિસ્તૃત થતી સંસ્કૃતિને બાળકોના માધ્યમથી પુનઃ જાગૃત કરીએ તે અર્થમાં શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ) ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓની શ્લોકગાન સ્પર્ધા રાખવામાં આવી હતી, જે સ્પર્ધા ની અંદર અતિથિ વિશેષ શ્રી ડોક્ટર પ્રીતિબેન પુજારા ડી.સી.એમ. કોલેજ (વિરમગામ) ઉપસ્થિત રહ્યા હતા.
હિતેશભાઈ દવે જે દીવાન બલ્લુભાઈ માધ્યમિક શાળા (કાકરીયા)માં સંસ્કૃત શિક્ષક તરીકેની ફરજ બજાવે છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
કેતનભાઇ પાઠક હીરામણી માધ્યમિક શાળામાં સંસ્કૃત શિક્ષક તરીકેની ફરજ બજાવે છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
મંડળના પ્રમુખશ્રી મુકેશભાઈ પટેલ, કેમ્પસ ડાયરેક્ટર શ્રી ગજેન્દ્રસિંહ ચૌહાણ અને શાળાના આચાર્ય શ્રી વેદાંગ કુમાર રાજ્યગુરુ ઉપસ્થિત રહ્યા હતા. શ્લોકગાન સ્પર્ધા ની અંદર હિતેશભાઈ દવે અને કેતનભાઇ પાઠકે નિર્ણાયક તરીકેની સેવા આપી હતી. સ્પર્ધામાં ધોરણ છ થી આઠ ના બાળકોએ સંસ્કૃતમાં લખાયેલા સ્તોત્રોમાંથી રામ રક્ષા સ્તોત્ર, ભગવતી સ્તોત્ર, શિવ તાંડવ સ્તોત્ર, શિવ પંચાક્ષર સ્તોત્ર,મધુરાષ્ટકમ,ગોપીગીત સપ્તશ્લોકી ભગવદ ગીતા અને શ્રીમદ ભાગવત પુરાણ, વિષ્ણુ પુરાણ, બ્રહ્મ પુરાણ એવા અન્ય પુરાણોમાંથી શ્લોક ગાયને આવનાર અતિથિઓ ને ભાવવિભોર કર્યા હતા, તેમજ સમગ્ર કાર્યક્રમને એક અલગ રૂપ આપ્યું હતું.