ફડણવીસ સરકારના મંત્રીમંડળનું પહેલું વિસ્તરણ

Maharashtra Cabinet Expansion: फडणवीस मंत्रिमंडल का विस्तार; विधायक ले रहे  हैं मंत्री पद की शपथ | 🗳️ LatestLY हिन्दी

મહારાષ્ટ્રમાં આજે દેવેન્દ્ર ફડણવીસ સરકારની કેબિનેટનું વિસ્તરણ થયું છે. નાગપુરના રાજભવનમાં શપથગ્રહણ સમારોહ આયોજિત કરાયો છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને નવા મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. શપથ ગ્રહણ સમારોહ માટે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અજિત પવાર મંચ પર ઉપસ્થિત રહ્યા છે.

Maharashtra Cabinet expansion: नागपुर में आज नए मंत्रियों का शपथ

● દાદા ભૂસે પણ મંત્રી બન્યા

શિવસેના એકનાથ શિંદે જૂથના નેતા દાદા ભુસેએ પણ મંત્રી પદના શપથ લીધા છે. માલેગાંવ બાહરીથી પાંચ વખત ધારાસભ્ય ચૂંટાયા. ભુસે અગાઉ પણ મંત્રી રહી ચૂક્યા છે.

● ગણેશ નાઈકે મંત્રી તરીકે શપથ લીધા

ભાજપના નેતા ગણેશ નાઈકને મહારાષ્ટ્ર કેબિનેટમાં સ્થાન મળ્યું છે. થાણેના ઐરોલીથી છ વખત ધારાસભ્ય ચૂંટાયા છે.

● ગુલાબરાવ પાટીલે મંત્રી પદના શપથ લીધા

શિવસેનાના વરિષ્ઠ નેતા ગુલાબરાવ પાટીલને પણ દેવેન્દ્ર ફડણવીસ કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેઓ શિવસેના ક્વોટામાંથી મંત્રી તરીકે શપથ લઈ રહ્યા છે. પાટીલ જલગાંવ ગ્રામીણના ધારાસભ્ય છે.

● ગિરીશ મહાજને પણ મંત્રી પદના શપથ લીધા

ભાજપના નેતા અને પૂર્વ મંત્રી ગિરીશ મહાજને પણ મંત્રી પદના શપથ લીધા છે. મહાજન જલગાંવના જામનેરથી ધારાસભ્ય બન્યા છે.

ચંદ્રકાંત પાટીલે મંત્રી તરીકે શપથ લીધા

મહારાષ્ટ્ર ભાજપના પૂર્વ અધ્યક્ષ અને દિગ્ગજ નેતા ચંદ્રકાંત પાટીલે પણ મંત્રી પદના શપથ લીધા છે. પાટીલ પુણેના કોથરુડથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.  પાટીલ ભાજપના વરિષ્ઠ નેતા છે. આ સાથે શિંદે સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે.

હસન મુશ્રિફે મંત્રી પદના લીધા શપથ

NCP અજિત પવાર જૂથના વરિષ્ઠ નેતા હસન મુશ્રિફે પણ મંત્રી તરીકે શપથ લીધા છે. મુશ્રિફ કોલ્હાપુરના કાગલથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.

● ભાજપના નેતા રાધાકૃષ્ણ વિખે પાટીલે શપથ લીધા

ભાજપના ધારાસભ્ય રાધાકૃષ્ણ વિખે પાટીલે મંત્રી પદના શપથ લીધા. પાટીલ અગાઉ પણ મંત્રી રહી ચૂક્યા છે.

મહારાષ્ટ્ર ભાજપ પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેએ મંત્રી પદના શપથ લીધા

મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ મંત્રી પદના શપથ લીધા. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *