૨૦૦૦ રૂપિયા આપો અને ૫ મિનિટમાં આયુષ્માન કાર્ડ તૈયાર

અમદાવાદમાં ક્રાઈમ બ્રાંચે એક એવા રાષ્ટ્ર વ્યાપી કૌભાંડનો ભાંડાફોડ કર્યો છે, જેમાં ૫ મિનિટની અંદર પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન કાર્ડ બનાવવામાં આવતું હતું. આ માટે રૂ.૨૦૦૦ વસુલવામાં આતા હતા.

2000 રૂપિયા આપો અને 5 મિનિટમાં આયુષ્માન કાર્ડ તૈયાર, અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મોટા કૌભાંડનો કર્યો ભાંડાફોડ

અમદાવાદમાં ક્રાઈમ બ્રાંચે એક એવા રાષ્ટ્ર વ્યાપી કૌભાંડનો ભાંડાફોડ કર્યો છે, જેમાં ૫ મિનિટની અંદર પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન કાર્ડ બનાવવામાં આવતું હતું. આ માટે રૂ.૨૦૦૦ વસુલવામાં આતા હતા. આ સમગ્ર મામલાનો ખુલાસો ત્યારે થયો અમદાવાદ ખ્યાતિકાંડમાં થોડા દિવસો અગાઉ આયુષ્માન ભારતના રૂપિયા માટે ૯ લોકોન એન્જિયોગ્રાફી કરી દેવામાં આવી, જેમાં બે દર્દીઓના મોત નિપજ્યા હતા. જે બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં બોગસ આયુષ્યમાનકાર્ડ બનાવી સરકારને ચૂનો ચોપડવાના કૌભાંડનો પણ પર્દાફાશ કર્યો છે.

Ahmedabad Crime Branch Busts Multi-Crore Ayushman Card Fraud, Six Arrested

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તપાસ બાદ આ સનસનીખેજ ખુલાસો કર્યો છે. અમદાવાદ પોલીસ અનુસાર ખ્યાતિકાંડની તપાસમાં સામે આવ્યું છે કે જેમની પાસે PMJAY કાર્ડ નહોતું તેમને હોસ્પિટલવાળા હાથોહાથ બનાવીને આપી દેતા હતા.

Ahmedabad Crime Branch Busts Multi-Crore Ayushman Card Fraud, Six Arrested

આયુષ્માન કાર્ડ બનાવવાનું એક અલગ જ કૌભાંડ ચાલી રહ્યું હતું. અમદાવાદ પોલીસના અધિકારી શરદ સિંઘલ અનુસાર, મેહુલ પટેલ ખ્યાતિ હોસ્પિટલમાં કાર્ડ પોર્ટલ સંભાળતો હતો. તેણે જણાવ્યું કે, જે દર્દી પાસે કાર્ડ ન હતું તેને ચિરાગ રાજપુત અને કાર્તિક પટેલ 1500 રૂપિયામાં કાર્ડ બનાવીને મોકલતા હતા. જે બાદ તે કાર્ડ પર સર્જરીને ક્લેમ કરવામાં આવતી હતી. આ સમર્ગ કાંડમાં મોટી ભૂમિકા નિમેષની હતી, કારણ કે ચિરાગ અને કાર્તિક નિમેષની મદદથી નકલી કાર્ડ બનાવડાવતા હતા. નિમેષ પોર્ટલના ડેટામાં છેડછાડ કરતો હતો. સિંઘલ અનુસાર, આ આરોપીઓએ થોડી જ મિનિટોમાં ઘણા દર્દીઓના કાર્ડ બનાવીને આપ્યા હતા

Ahmedabad Crime Branch Busts Multi-Crore Ayushman Card Fraud, Six Arrested

પોલીસનું માનીએ તો જે લોકો આયુષ્માન કાર્ડના ક્રાઈટ એરિયામાં આવતા ન હતા. તેમના પણ કાર્ડ બનાવી આપ્યાના ખુલાસાઓ થયા છે. આ આધાર કાર્ડ ડેટાના આધારે નકલી કાર્ડ બનાવતા હતા. આરોપીઓએ પૂછપરછમાં જણાવ્યું કે, અત્યાર સુધીમાં તેઓ લગભગ ૩૦૦૦ થી વધુ કાર્ડ બનાવી ચુક્યા છે..

Gujarat: Ahmedabad Crime Branch busts multi-crore Ayushman Card fraud, 8  arrested

આ ભેજાબાજોએ માત્ર ૧૫ મિનિટમાં ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંગલનું બોગસ આયુષ્યમાન કાર્ડ બનાવી આપ્યું તો તેઓ પણ ચોંકી ગયા હતા. આ સમગ્ર ઘટનામાં પહેલા તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પોલીસને પણ વિશ્વાસ આવ્યો નહીં પરંતુ જ્યારે ભેજાબાજોએ તેમનું કાર્ડ પણ મિનિટોમાં જ બનાવી આપ્યું હતું. પોલીસ સૂત્રો પાસેથી મળતી જાણકારી પ્રમાણે બોગસ આયુષ્માન કાર્ડ કૌભાંડમાં સામેલ આરોપીઓ મહિને ૪૦ થી ૫૦ હજાર રૂપિયાની કમાણી કરી લેતા હતા.

How to Download Ayushman Bharat Card

પોલીસ અનુસાર, આ મામલાનો મુખ્ય આરોપી ચિરાગ રાજપુત છે જે પહેલાથી જ ક્રાઈમ બ્રાંચના રિમાન્ડ પર છે. જ્યારે અન્ય આરોપી પણ ફરાર છે. અત્યાર સુધીમાં કૂલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ એવું માનીને ચાલી રહી છે કે આયુષ્માન કાર્ડનું કૌભાંડ રાષ્ટ્રીય સ્તરે છે અને તેમાં વધુ લોકોની ધરપકડ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *