નેપાળમાં ૪.૮ ની તીવ્રતાના ભૂકંપથી લોકો ફફડી ગયા

આજે વહેલી સવારે નેપાળમાં જોરદાર ભૂકંપ આવ્યો. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૮ મપાઈ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીથી પ્રાપ્ત માહિતી અનુસાર સવારે ૦૩:૫૯ વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેના કારણે લોકો ફફડી ગયા અને ઊંઘમાંથી ઊઠીને જ ઘર બહાર દોટ મૂકી હતી. જોકે હજુ સુધી ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.

નેપાળમાં 4.8ની તીવ્રતાના ભૂકંપથી લોકો ફફડી ગયા,ભયના માર્યા ઊંઘમાંથી ઊઠી દોટ મૂકી 1 - image

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અને યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર આ ભૂકંપનું કેન્દ્ર જુમલા જિલ્લામાં જમીનની નીચે ૧૦ કિમીની ઊંડાઇએ હતું. માહિતી અનુસાર ભૂકંપના આંચકા અનુભવાયા ત્યારે મોટાભાગના લોકો ઊંઘી રહ્યા હતા.

Earthquake of magnitude 4.8 strikes Nepal - The Hindu

નેપાળમાં વારંવાર ભૂકંપ આવે છે. ગયા વર્ષે નવેમ્બર (૨૦૨૩)માં અહીં ૬.૪ ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના કારણે જાનમાલનું ઘણું નુકસાન થયું હતું. ૧૫૦ થી વધુ લોકોના મોત થયા હતા. પશ્ચિમ નેપાળના જારકોટ અને રુકુમ જિલ્લામાં ભારે તારાજી સર્જાઈ હતી. ઘણા મકાનો ધરાશાયી થયા હતા જ્યારે ઘણા મકાનોમાં તિરાડો પડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *