બ્રેઇન ડમ્પિંગ શું છે?

અમે તમને બ્રેઇન ડમ્પિંગ વિશે જણાવીશું, જેની મદદથી તમે તમારા વિચારોને સુધારી શકો છો. આમ કરવાથી તમને કોઇ પણ પ્રકારની ચિંતા નહીં રહે…

Animated GIF - Find & Share on GIPHY

શું તમારા મનમાં પણ વિચારોનો કચરો જમા થઇ ગયો છે કે પછી કોઇ સતત કોઇ પોતાનાની ચિંતા સતાવી રહી છે, તો અમે તમને તેને ઠીક કરવાના ઉપાયો જણાવવા જઇ રહ્યા છીએ. આજે અમે તમને બ્રેઇન ડમ્પિંગ વિશે જણાવીશું, જેની મદદથી તમે તમારા વિચારોને સુધારી શકો છો. આમ કરવાથી તમને કોઇ પણ પ્રકારની ચિંતા નહીં રહે.

Brain GIF - Find on GIFER

બ્રેઇન-ડમ્પિંગ શું છે

બ્રેઇન-ડમ્પિંગનો અર્થ થાય છે કાગળ પર વિચારો લખવા. બ્રેઈન ડમ્પિંગ એક એવી ટેકનિક છે જેની મદદથી વ્યક્તિ પોતાના મનમાં ચાલી રહેલા વિચારો, યોજનાઓ કે ચિંતાઓને કાગળ પર કે કોઈ પણ ડિજિટલ નોટ્સ પર લખે છે. આ ટેકનિકનું મુખ્ય કામ મનમાં ચાલતા વિચારોને સાફ કરવાનું છે. બ્રેઇન ડમ્પિંગથી મનમાં ચાલતા વિચારો ઓછા થઇ જાય છે, જે મનને શાંત કરે છે અને માનસિક તણાવ ઘટાડે છે. બ્રેઇન ડમ્પિંગ કરવાથી ધ્યાન કેન્દ્રિત થાય છે.

બ્રેઇન ડમ્પિંગ શું છે? તમે શીખી લેશો તો નહીં થાય કોઇ ચિંતા, દરેક ક્ષણ મોજમાં રહેશો

બ્રેઇન ડમ્પિંગ કેવી રીતે કરવું?

બ્રેઇન ડમ્પિંગ કરવા માટે સૌથી પહેલાં તો તમમે કોઇ જગ્યાએ શાંતિથી બેસી જાવ. બેસવા માટે શાંત જગ્યા પસંદ કરો. હવે એક નોટ અથવા ડિજિટલ નોટ લો અને તમારા મનમાં જે કંઇ પણ ચાલી રહ્યું છે તે તમારી નોંધોમાં લખો. એક વખત તમે બધા જ વિચારો લખી લો, પછી તેને ચિહ્નિત કરો અને જુઓ કે કયા ઉપર સૌ પ્રથમ કામ કરવાનું છે. રોજ આ ટેક્નિક કરવાથી મન એકદમ શાંત થઈ જાય છે અને દરેક પ્રકારની મુંઝવણને દૂર કરે છે.

Brain Dump GIFs - Find & Share on GIPHY

બ્રેઇન ડમ્પિંગના ફાયદા

  • બ્રેઇન ડમ્પિંગ તમામ પ્રકારની મૂંઝવણને ઘટાડે છે અને વિચારોને બહાર કાઢવામાં મદદ કરે છે, જે મનને હળવું અને શાંત બનાવે છે.
  • આ ટેકનિક કરવાથી વિચારો સામે આવે છે અને તેના પર કામ કરવું ખૂબ જ સરળ બની જાય છે. તેનાથી પ્લાનિંગ બનાવવામાં પણ રાહત મળે છે.
  • તે સર્જનાત્મકતા વધારવામાં મદદ કરે છે. જ્યારે મન ખાલી હોય છે ત્યારે નવા વિચારો આવે છે અને સાથે જ તેનો ઉકેલ સરળતાથી મળી જાય છે.
  • બ્રેઇન ડમ્પિંગથી બિનજરૂરી વસ્તુ બહાર આવે છે, જેનાથી ફોકસ વધે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *