શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળા તારીખ ૨૨/૧૨/૨૦૨૪ ને રવિવારે શ્રીનિવાસ રામાનુજન જન્મ જયંતી દિન નિમિત્તે તારીખ ૨૧ /૧૨/૨૦૨૪ ને શનિવારના રોજ ધોરણ પાંચ થી આઠ ના વિદ્યાર્થીઓની ગણિત વિષયને અનુલક્ષીને ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૬ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
વિદ્યાર્થીઓએ અંક ગણિત, બીજ ગણિત, ભૂમિતિ અને વૈદિક ગણિતની જુદી જુદી કૃતિઓ પ્રદર્શિત કરી હતી. આ કાર્યક્રમની અંદર ગણિત તજજ્ઞ એવા શ્રી ડૉ.રૂપેશ ધનંજય ભાટિયા (અભિનવ હાઇસ્કુલ સિધ્ધપુર)ના આચાર્ય, કેમ્પસ સુપરવાઇઝર શ્રી ગજેન્દ્રસિંહ ચૌહાણ, શાળાના આચાર્યશ્રી વેદાંગભાઈ રાજ્યગુરૂ અને સિનિયર શિક્ષક ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગણિત અને વૈદિક ગણિત ની માહિતી ગણિત તજજ્ઞ ડોક્ટર રૂપેશ ધનંજય ભાટિયાએ ખૂબ જ સરળ અને ગમ્મત સાથે કરાવી હતી. બાળકોને ખૂબ પ્રોત્સાહન આપ્યું હતું. કાર્યક્રમને ગણિત વિષયના શિક્ષક મિત્રો તેમજ અન્ય શિક્ષક મિત્રોની ખૂબ જ મહેનત અને વિદ્યાર્થીઓ ના સાથ સહકારથી આ કાર્યક્રમ રસોતસાહિત બનાવવામાં આવ્યો હતો.