સીતાફળના બીજ વાળના મૂળમાં રહેલા ડેન્ડ્રફને પણ કરી દેશે દૂર

જો તમે હઠીલા ડેન્ડ્રફ અને માથાની જૂ થી પરેશાન છો અને વાળ ખરતા નિયંત્રિત કરવા માંગો છો તો સીતાફળના બીજનો ઉપયોગ કરો.

Seed Waste from Custard Apple (Annona squamosa L.): A Comprehensive Insight  on Bioactive Compounds, Health Promoting Activity and Safety Profile

શિયાળામાં મોટાભાગના લોકો ડેન્ડ્રફ અને જૂ ની સમસ્યાથી પરેશાન રહે છે. આવામાં તમે આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે કેટલાક અસરકારક અને કુદરતી ઉપાયો અજમાવી શકો છો. જો તમે હઠીલા ડેન્ડ્રફ અને માથાની જૂ થી પરેશાન છો અને વાળ ખરતા નિયંત્રિત કરવા માંગો છો તો સીતાફળના બીજનો ઉપયોગ કરો. આ ફળના બીજમાંથી બનાવેલું હેર ઓઈલ ડેન્ડ્રફ અને જૂને દૂર કરવામાં ફાયદાકારક છે. વિટામિન એ, વિટામિન સી, એન્ટીઑકિસડન્ટ અને કુદરતી હાઇડ્રેટિંગ ગુણોથી ભરપૂર આ ફળના બીજ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. સીતાફળના બીજમાં રોગ વિરોધી ગુણ હોય છે જે વાળમાંથી જૂ અને ડેન્ડ્રફને દૂર કરવામાં મદદ કરે છે.

Custard Apple seeds - Sierra Flora

સીતાફળના બીજનો ઉપયોગ કેવી રીતે કરવો

સૌથી પહેલા સીતાફળમાંથી બીજને સારી રીતે કાઢી લો. હવે આ બીજને પાણીથી ધોઈ લો અને પછી તડકામાં સૂકવવા માટે રાખી દો. જ્યારે આ બીજ સુકાઈ જાય ત્યારે તેને મિક્સર જારમાં ખૂબ જ બારીક પીસીને પાવડર બનાવી લો. હવે પાવડરને ગાળી લો અને જાડા ભાગને ફેંકી દો. ચાળેલા પાવડરને એક કન્ટેનરમાં મૂકો, તેમાં કપૂર અને નારિયેળ તેલ ઉમેરો. હવે જ્યારે પણ તમારે આ તેલનો ઉપયોગ કરવો હોય તો તેને તમારા માથા પર સારી રીતે લગાવો. ધ્યાન રાખો કે આ તેલને નહાવાના અડધા કલાક પહેલા લગાવો અને પછી વાળ ધોઈ લો. તેના નિયમિત ઉપયોગથી ડેન્ડ્રફની સમસ્યા દૂર થશે.

Schematic depiction of powder made from custard apple seeds for... |  Download Scientific Diagram

તેલનો ઉપયોગ કરવાથી વાળને મળશે આ ફાયદા

Formulation And Evaluation Of Herbal Hair Dye

  • સીતાફળના બીજનું તેલ લગાવવાથી છોકરીઓમાં જૂ ની સમસ્યા કંટ્રોલ થશે. આ તેલ જૂઓને દૂર કરવામાં ખૂબ જ અસરકારક છે અને તેમને મૂળમાંથી ખતમ કરે છે.
  • આ તેલ તમારી સ્કેલ્પને સ્વસ્થ બનાવશે અને ડેન્ડ્રફ માટે ખૂબ જ અસરકારક છે. વાળમાં તેલ લગાવવાની આ રીત ખૂબ જ સરળ છે અને તમે તેને ડેન્ડ્રફ વિરોધી ઘરેલું ઉપચાર સાથે ઘરે જ તૈયાર કરી શકો છો.
  • સીતાફળનું આ ઘરે બનાવેલું તેલ તમારા માથાની ત્વચાને હાઇડ્રેટેડ રાખે છે, ખોડો અને બળતરા દૂર કરે છે અને વાળને મૂળમાંથી મજબૂત બનાવે છે. જેના કારણે વાળ જાડા અને મુલાયમ બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *