ખ્યાતિ કાંડ બાદ PMJAY-મા યોજના માટે નવી ગાઇડલાઇન જાહેર

રાજ્યના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારના આકસ્મિક બીમારીનો ખર્ચ આવી પડે ત્યારે એક મધ્યમવર્ગ અને ગરીબનો પરિવાર ભાંગી પડે છે અથવા દેવાનો દાટ થાય છે, ત્યારે  આરોગ્ય સહાય માટે “PMJAY-મા” યોજના ગુજરાત રાજ્યના તમામ જીલ્લાઓમાં અમલી કરવામાં આવી છે. પરંતુ તેમાં પણ ખ્યાતિકાંડ જેવા મોટા કૌભાંડો સામે આવ્યા બાદ સરકાર હરકતમાં આવી છે પરંતુ ઘણું મોડું થઇ ગયું છે. તબેલામાંથી ઘોડા છૂટી ગયા પછી તાળા મારવા જેવો ઘાટ સર્જાયો છે. 

ખ્યાતિ હોસ્પિટલના મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે  જાહેર કરી નવી SOP

આ યોજનામાં જીલ્લાના છેવાડાના દર્દીને તમામ પ્રકારની સુવિધા અને સારવાર નજીકના અંતરે ઉપલ્બધ્ધ કરાવવામાં આવે તે ઉદ્દેશ્યથી ખાનગી હોસ્પિટલને એમપેન્લડ કરવામાં આવે છે. જેમાં યોજના સાથે કાર્યરત વીમા કંપની અને જીલ્લાની ટીમ દ્વારા જરૂરી ચકાસણી સાથે યોજના સાથે જોડવામાં આવે છે. યોજના હેઠળ ડે-કેર, સેકન્ડરી અને ટર્શરી બિમારીઓ માટે નિયત કરેલ સારવાર મળવાપાત્ર છે.

Pmjayમા' યોજનામાં હોસ્પિટલો માટે નવી Sop તૈયાર : 'ધંધાવાળા'ઓના ઓપરેશન થશે -  Sanj Samachar

કાન, નાક અને ગળાના રોગો, સ્ત્રી રોગ, માનસિક રોગો, હદયના રોગો, કીડનીના રોગો, મગજના રોગો, ગંભીર ઇજાઓ, નવજાત શિશુઓને લગતા ગંભીર રોગો, કેન્સર, ઘૂંટણ અને થાપાના રિપ્લેસમેન્ટ, હ્રદય, કિડની, લીવર, ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટેશનની સાથે સાથે કોક્લીઅર ઇમ્પલાન્ટ(હીયરીંગ એઇડ) સહિતની અન્ય જટીલ પ્રકારની અને ખર્ચાળ સારવારનો લાભ દર્દી યોજના હેઠળ મેળવી શકે છે. હોસ્પિટલમાં રજીસ્ટ્રેશન, કન્સલ્ટેશન, નિદાન માટેના લેબોરેટરી રીપોર્ટ, સર્જરી, સર્જરી બાદની ફોલોઅપની સેવાઓ, દવાઓ, દાખલ ચાર્જ, દર્દીને ખોરાક, મુસાફરી ખર્ચ વગેરેનો લાભ લાભાર્થીને મળવાપાત્ર છે.

Gandhinagar ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ PMJAY યોજનાના નિયમોમાં ફેરફાર કરવામાં  આવશે, ટુંક સમયમાં આવશે ગાઇડલાઇન

ગુજરાત સરકારે ખાનગી ક્ષેત્રના તજજ્ઞોને સાંકળીને, આર્થિક રીતે પછાત વર્ગની સગર્ભાઓને સલામત પ્રસુતિ સેવાઓ પૂરી પાડવા તેમજ રાજ્યના હાઈ પ્રાયોરીટી તાલુકાઓ કે જેમાં નવજાત શિશુ માટે NICU ની સુવિધા મળી રહેતે હેતુથી “ચિરંજીવી યોજના” અને “બાલસખા યોજના”ના લાભોને પણ “PMJAY-મા. – મા” યોજનામાં સમાવિષ્ટ કરી છે. રાજ્યના સામાન્ય પ્રજા તેમજ છેવાડાના માનવીને યોજનાનો લાભ સરળતાથી મળી રહે તે માટે હોસ્પિટલની નોંધણી કરીને યોજનાનો લાભા આપવાનો ઉદ્દેશ છે.

ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ સરકાર એક્શનમાં : PMJAY યોજનાના અમલ અંગે આજે નવી  SOP થશે જાહેર - Voice Of Day

PMJAY યોજનામાં ગુજરાત રાજ્યમાં અંદાજે ૯૭ લાખ કુટુંબો/ ૨.૬૫ કરોડ લાભાર્થીઓ આ યોજનામાં જોડાઇને અંદાજીત ૯૦૦ થી વધુ ખાનગી તથા ૧૫૦૦ થી વધુ સરકારી હોસ્પિટલો ખાતે નિયમિત સારવાર મેળવી રહ્યાં છે.

Gujarat Government hospital: ગુજરાતની સરકારી હોસ્પિટલ બનશે પેપર લેસ

ખાનગી હોસ્પિટલો દ્વારા યોજનાની ગાઇડલાઇનનો ભંગ થતો તથા ગુનાહિત હેતુ સાથે થતી સારવાર સંબધિત ફરિયાદોને કારણે વર્ષ ૨૦૨૪ માં અત્યાર સુધીમાં કુલ ૧૪ થી વધુ હોસ્પિટલ ગેરરીતિ બદલ સસ્પેન્ડ, ડિએમ્પેલ્ડ, અને પેનલ્ટીની કાર્યવાહી કરી છે. અમુક કિસ્સાઓમાં ડોકટરોને પણ યોજનામાંથી કાયમી ધોરણે દૂર કરવા ઉપરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા પણ જરૂરી પગલા લેવાની ફરજ પડી છે.

If investigated, a scam of crores will be revealed' | જૂનાગઢમાં 17 હજારથી  વધુ દર્દીઓએ PMJAYનો લાભ: યોજના હેઠળ આવતી 79 હોસ્પિટલોને સરકારે 40 કરોડથી  વધુની ચુકવણી કરી ...

રાજ્ય સરકાર દ્વારા હોસ્પિટલોના બનાવની વિગતો ધ્યાને આવતા જરૂરી પગલા રાજ્ય કક્ષાએથી પણ લેવામાં આવેલ છે જેમાં રાજ્ય સરકારે વિવિધ સ્પેશ્યાલિટીની સારવારમાં દર્દીના હીતને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રકારના પેકેજ અને સારવારની ગાઇડલાઇનમાં સુધારા કરવામાં આવી છે. અર્ડિયોલોજી, રેડિયોલોજી, TKR/THR( ટોટલ ની રિપ્લેસમેન્ટ / ટોટલ હિપ રિપ્લેસમેન્ટ) અને નિયોનેટલની સેવાઓ માટેની નવી માર્ગદર્શિકા બનાવી છે.

Ayushman Card ayushman bharat yojana eligibility annual income limit |  Ayushman Card: આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે કેટલી હોવી જોઇએ તમારી વાર્ષિક  આવક?

રાજ્યની તમામ હોસ્પિટલો ખાતે સારવાર સંબધિત કામગીરીનું સઘન મોનિટરીંગ કરવા માટે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ (SAFU)ને બનાવવામાં આવ્યું છે. યોજના અંતર્ગત ખાનગી હોસ્પિટલો દ્વારા આચરવામાં આવતી છેતરપિંડીના બનાવો અટકાવા માટે સરકારી તેમજ GMERS Medical Collegesમાંથી અલગ ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. જે SAFU ટીમના નિર્દેશ પ્રમાણે તેમના જીલ્લામાં એમપેન્સ્ડ હોસ્પિટલની મુલાકાત લઇ સારવાર સંબધિત પુરતી ચકાસણી કરશે અને લાભાર્થીની કોઇ ફરિયાદ હશે તો તે સરકારને ધ્યાને મુકશે.
Government General Hospital building in Mahuva in dilapidated condition |  Bhavnagar: જે જગ્યાએ દર્દીઓ પોતાનો જીવ બચાવવા આવે છે તે સરકારી હોસ્પિટલ જ  મરણપથારીએ, નેતાઓના આંખ આડા ...
– CDHO/MOH દ્વારા માસિક ધોરણે ઓછામાં ઓછી બે હોસ્પિટલોની ઓડિટ વિઝિટ કરવાની રહેશે.
– થર્ડ પાર્ટી ઓડિટના ભાગ રૂપે ટેન્ડર પ્રક્રિયા દ્વારા ફિલ્ડ ઓડિટની કામગીરી કરવાનું આયોજન કરવામાં આવશે. જેમાં ફિલ્ડ ઓડિટ ટીમ દૈનિક ધોરણે બે થી ત્રણ ટકા કેસોનું ફિલ્ડ ઓડિટ કરશે.
– વીમા કંપની દ્વારા પણ વધુ સંખ્યામાં સ્પેશ્યાલિસ્ટ તથા સુપર સ્પેશ્યાલિસ્ટ ઉપલબ્ધ કરીને ડેસ્ક ઓડિટ તથા ફિલ્ડ ઓડિટ સઘન બનાવવામાં આવ્યું છે.
–  હોસ્પિટલ દ્વારા સારવારના પેકેજીસનો સંભવિત દુરઉપયોગ થતો અટકાવવા માટે NHAને જરૂરી પ્રકારના ટ્રીગર જનરેટ કરવા વિનંતી કરવામાં આવી છે.
– ભારત સરકાર અને ગુજરાત સરકારના સહિયારા પ્રયાસથી સર્વગ્રાહી તેમજ ભવિષ્યમાં કોઇ પણ પ્રકારની ગેરરિતી ન થાય તે માટેની ગુણવત્તા સભર શ્રેષ્ઠ સારવાર લાભાર્થીને મળી રહે તે ગુજરાત સરકારનો મુખ્ય ઉદ્દેશ છે.
–  રાજ્યમાં PMJAY-MA યોજના અંતર્ગત  ૪ ડિસેમ્બર ૨૦૨૪ સુધી કુલ ૭૨,૭૯, ૭૯૭ દાવાઓ માટે ૧૫૫૬૨.૧૧ કરોડની ચૂકવણી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *