અમદાવાદમાં તાજેતરમાં આગની ઘટના સર્જાઇ હતી. જેમાં શહેરના થલતેજ વિસ્તારમાં આગ લાગી હતી. આગ એટલી ભયંકર હતી કે ફાયર વિભાગની ૨૮ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.
રાજ્યમાં છાશવારે આગની ઘટના સર્જાય છે ત્યારે ગતરાત્રિના અમદાવાદમાં આગની મોટી ઘટના બની હતી. જેમાં અમદાવાદના થલતેજ ટાઇટેનિયમ બિલ્ડિંગમાં આગ લાગી હતી. આ ઘટનામાં ફાયર વિભાગની ૨૮ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમતે આગ બુઝાવી હતી.