ક્રિસમસની રજા પછી આજે ગુરુવારે સ્થાનિક શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું હતું. BSE સેન્સેક્સ મજબૂત ઉછાળા સાથે ખુલ્યો, જ્યારે NSE નિફ્ટીમાં પણ વધારો જોવા મળ્યો. શરૂઆતના વેપારમાં સેન્સેક્સ ૪૨૫.૫ પોઈન્ટ વધીને ૭૮,૮૯૮.૩૭ પર જ્યારે નિફ્ટી ૧૨૩.૮૫ પોઈન્ટ વધીને ૨૩,૮૫૧.૫૦ પર છે.આજનું બજાર ખૂલતાં જ સેન્સેક્સમાં ૪૦૦ અંકનો ઉછાળો, નિફ્ટી પણ ૨૩ હજારને પાર થયું છે.
સપ્તાહના બીજા દિવસે એટલે કે મંગળવારે શેરબજાર રેડ સિગ્નલ પર બંધ થયું હતું, અને બુધવારે નાટકની રજા પછી આજે ગુરુવારે માર્કેટમાં ગ્રીન સિગ્નલ જોવા મળ્યા છે. આજે માર્કેટ ઉછાળા સાથે ખૂલતું છે. સેન્સેકસમાં ૪૦૦ પોઈન્ટનો અને નિફ્ટીમાં ૩૦ હજારનો ઉછાળો નોંધાયો છે.
ટ્રેડિંગ પછી ફિનોલેક્સ કેબલ્સ, ત્રિવેણી એન્જિનિયરિંગ, જિલેટ ઈન્ડિયા, ઈમામીના શેર નિફ્ટી પર ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે ઇન્ટેલેક્ટ ડિઝાઇન, ગો ડિજિટ જનરલ ઇન્સ, કેઇસી ઇન્ટ, નેટવર્ક ૧૮ મીડિયાના શેર્સ ટોપ લુઝર્સની યાદીમાં સામેલ હતા.
ઓટો, એફએમસીજી, ઓઈલ એન્ડ ગેસ, ફાર્મા, રિયલ્ટી શેરોમાં ખરીદારી જોવા મળી હતી, જ્યારે આઈટી, મીડિયા, મેટલ, પીએસયુ બેન્કમાં વેચવાલી જોવા મળી હતી. BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં નજીવો વધારો જોવા મળ્યો હતો. BSE પર સૌથી વધુ સક્રિય શેરોમાં One MobiKwik, Amber Enterprises, Bajaj Auto, Tata Investments, Tata Motorsનો સમાવેશ થાય છે.
કારોબારી સપ્તાહના ચોથા દિવસે શેરબજાર સપાટ ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ ૮૪ પોઈન્ટના ઘટાડા સાથે ૭૮,૭૨૫.૩૨ પર ખુલ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી ૦.૨૧ % ના ઘટાડા સાથે ૨૩,૭૭૫.૮૦ પર ખુલ્યો.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે,વિશ્વ સમાચાર કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)