રશિયાએ યુક્રેનની ક્રિસમસને ભયાવહ બનાવી

વહેલી સવારે તેના એક થર્મલ પાવર પ્લાન્ટ પર હુમલો કર્યો

Russia targets Ukrainian energy infrastructure on Christmas Day

જ્યારે વિશ્વ ક્રિસમસની ઉજવણીમાં ડૂબી હતી, ત્યારે રશિયાએ મિસાઇલ હુમલાથી યુક્રેનના ઉર્જા માળખાને તબાહ કરી નાખ્યું હતું. જેના કારણે યુક્રેનના અનેક શહેરો અંધકારમાં ડૂબી ગયા છે. રશિયાએ યુક્રેનિયન પાવર પ્લાન્ટ્સને નિશાન બનાવીને મિસાઈલ હુમલો કર્યો હતો. આ હુમલાથી યુક્રેનમાં થર્મલ પાવર પ્લાન્ટને મોટું નુકસાન થયું હતું. મિસાઈલ હુમલો શરૂ થયા બાદ સ્થાનિક લોકોએ મેટ્રો સ્ટેશન તરફ દોડીને આશ્રય લેવો પડ્યો હતો.

Russia targets Ukrainian energy infrastructure on Christmas Day | NCPR News

વહેલી સવારે તેના એક થર્મલ પાવર પ્લાન્ટ પર હુમલો કર્યો

યુક્રેનના ઉર્જા પ્રધાન હર્મન હલુશેન્કોએ ફેસબુક પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે રશિયાએ ફરીથી ઉર્જા માળખા પર મોટા પાયે હુમલો કર્યો છે. વિતરણ પ્રણાલી ઓપરેટરોએ પાવર સિસ્ટમને નુકસાનની અસરને મર્યાદિત કરવા માટે વપરાશ ઘટાડવા માટે પગલાં લીધાં છે. હલુશેન્કોએ વધુમાં જણાવ્યું હતું કે, ૨૫ સપ્ટેમ્બરની વહેલી સવારે તેના એક થર્મલ પાવર પ્લાન્ટ પર હુમલો કર્યો હતો.

Russia targets Ukrainian energy infrastructure during Christmas Day attack

અધિકારીઓએ જણાવ્યું કે ઓછામાં ઓછા ત્રણ લોકો ઘાયલ થયા

અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વર્ષે યુક્રેનની વીજળી ગ્રીડ પર રશિયાનો આ ૧૩ મો હુમલો છે. DTEK ના ચીફ એક્ઝિક્યુટિવ મેક્સિમ ટિમચેન્કોએ ટેલિગ્રામ પર જણાવ્યું હતું કે, શિયાળામાં હીટિંગ સિસ્ટમથી નાતાલની ઉજવણી કરતા લાખો શાંતિપૂર્ણ લોકોને વંચિત રાખવું એ એક વિચલિત અને શેતાની ક્રિયા છે, જેનો જવાબ આપવો જ જોઇએ. ખાર્કિવમાં ઓછામાં ઓછા સાત હુમલાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. જેના કારણે સમગ્ર શહેરમાં આગ લાગી હતી. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે ઓછામાં ઓછા ત્રણ લોકો ઘાયલ થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *