આપણે ડ્રાયફ્રૂટના હલવા વિશે વાત કરીશું જે સ્વાદિષ્ટ પણ છે અને જેને તમે લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો. ખાસ વાત એ છે કે આ હલવો બનાવવામાં ખૂબ જ સરળ છે.
નવા વર્ષે લોકો અલગ-અલગ પ્રકારની મીઠાઈથી મોં મીઠા કરે છે. લોકો પોતાના ઘરમાં ઘણી બધી ખાવાની વસ્તુ પણ બનાવે છે અને આસપાસના લોકો સાથે શેર કરે છે. આવી સ્થિતિમાં તમે ઘણી વખત ગાજર અને મગની દાળનો હલવો ખાધો હશે. પરંતુ આજે આપણે ડ્રાયફ્રૂટના હલવા વિશે વાત કરીશું જે સ્વાદિષ્ટ પણ છે અને જેને તમે લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો. ખાસ વાત એ છે કે આ હલવો બનાવવામાં ખૂબ જ સરળ છે. આવો જાણીએ આ હલવાની રેસીપી.
ડ્રાયફ્રૂટ હલવાની સામગ્રી
- કાજુ
- કિસમિસ
- બદામ
- અખરોટ
- નાળિયેર
- પિસ્તા
- ખાંડ
ડ્રાયફ્રૂટનો હલવો કેવી રીતે બનાવવો
- ડ્રાયફ્રૂટનો હલવો બનાવવા માટે ઘી માં ડ્રાયફ્રૂટ્સ નાખીને તેને સારી રીતે શેકી લો.
- પછી તમે તેને મિક્સરમાં દળી લો.
- આ પછી કડાઇમાં ઘી નાખો અને પછી ડ્રાયફ્રૂટ્સનો પાઉડર ઉમેરીને સારી રીતે શેકી લો અને કરી તેમાં દૂધ નાખો.
- તેમાં ખાંડ અને એલાઇચી પાવડર ઉમેરીને સારી રીતે પકાવો
- આ પછી તમારો ડ્રાયફ્રૂટ હલવો તૈયાર થઇ જશે.
આ રીતે ડ્રાયફ્રૂટનો હલવો બનાવીને ખાઈ શકો છો. આ ઉપરાંત ડ્રાયફ્રૂટ્સમાંથી લાડુ બનાવીને પણ તમે લાડુ ખાઈ શકો છો. આ માટે તમારે માત્ર ડ્રાયફ્રૂટને પીસીને માવામાં મિક્સ કરીને પછી લાડુનું રૂપ આપવું પડશે. આ સિવાય તમે ડ્રાયફ્રૂટમાંથી બરફી બનાવીને પણ ખાઈ શકો છો, જેના માટે તમારે ડ્રાયફ્રૂટને પીસી નાખો. ત્યારબાદ તેમાં થોડી ખાંડ નાખીને શેકી લો અને પછી તેમાં ડ્રાયફ્રૂટ પાવડર ઉમેરો.
હવે તમારે ફક્ત થાળીમાં થોડું ઘી લગાવવાનું છે અને પછી તેના પર આ ડ્રાયફ્રૂટ માવાનું મિશ્રણ પાથરવાનું છે. આ પછી, છરીની મદદથી તેને બરફીના આકારમાં કાપી લો. તેને ફ્રિજમાં રાખો અને પછી બરફીને બહાર કાઢીને બેકિંગ પેપર પર મૂકી દો અને પછી તેને સર્વ કરો. આ રીતે તમે ડ્રાયફ્રૂટ્સમાંથી લાડુ, બરફી અને પછી તમામ પ્રકારની વસ્તુઓ ખાઈ શકો છો.