વિશ્વ સમાચારના રિપોર્ટ અનુસાર રોહિત શર્માએ પોતે આ મેચમાં ન રમવાનો નિર્ણય લીધો છે. રિપોર્ટ અનુસાર રોહિતે ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકરને આ અંગે જાણકારી આપી છે.
ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા બોર્ડર ગાવસ્કર ટ્રોફીની આખરી ટેસ્ટ મેચમાં રમશે નહીં. ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર રોહિત શર્માએ પોતે આ મેચ ન રમવાનો નિર્ણય લીધો છે. રિપોર્ટ અનુસાર રોહિતે ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકરને આ અંગે જાણકારી આપી છે. રોહિત શર્માના સ્થાને ટીમનો વાઇસ કેપ્ટન જસપ્રીત બુમરાહ ટીમનું નેતૃત્વ કરશે.
ગૌતમ ગંભીરે બુમરાહ સાથે લાંબી વાતચીત કરી
મેચના એક દિવસ પહેલા ગૌતમ ગંભીર જસપ્રીત બુમરાહ સાથે લાંબી વાતચીત કરતો જોવા મળ્યો હતો. રોહિતે થોડા સમય માટે નેટ પર આવીને બેટિંગ કરી હતી. તેણે રૂટિન સ્લિપ પ્રેક્ટિસ પણ કરી નથી. અહેવાલો અનુસાર મેલબોર્ન ટેસ્ટ રોહિત શર્માની છેલ્લી ટેસ્ટ સાબિત થઈ શકે છે કારણ કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના આ ચક્કરમાં ભારતને હવે કોઈ મેચ રમવાની નથી. એવી સંભાવના છે કે તે આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ટીમના પ્લાનનો ભાગ ન હોય.
ઋષભ પંતને પણ મળશે તક
રોહિતના બહાર થયા બાદ શુબમન ગિલને તક મળશે. ગિલ મેલબોર્ન ટેસ્ટમાં બેન્ચ પર હતો. તે ત્રીજા નંબર પર બેટિંગ કરશે જ્યારે કેએલ રાહુલ યશસ્વી જયસ્વાલ સાથે ઓપનિંગ કરશે. ઋષભ પંતને પણ ટીમમાંથી ડ્રોપ થશે નહીં. તે ટીમમાં રહેશે. ઈજાગ્રસ્ત આકાશ દીપના સ્થાને ૨૬૯ વિકેટ ઝડપનારો પ્રસિદ્ધ કૃષ્ણા ટીમની સાથે જોડાશે. પ્રસિદ્ધ એક વર્ષ બાદ ભારતીય ટેસ્ટ ટીમમાં જોવા મળશે.
ગૌતમ ગંભીરે આપ્યો હતો સંકેત
ભારતીય ટીમના કોચ ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સમાં આ સંકેત આપ્યો હતો. જ્યારે ગંભીરને રોહિત શર્મા વિશે પૂછવામાં આવ્યું તો તેણે સ્પષ્ટ રીતે કંઈ કહ્યું ન હતું. તેમણે કહ્યું હતું કે પિચને જોઈને ટીમની પ્લેઇંગ ઇલેવન નક્કી કરવામાં આવશે. ત્યાર બાદથી જ રોહિત શર્મા આખરી ટેસ્ટમાંથી બહાર થઈ જશે કે કેમ તેવા સવાલો ઉઠી રહ્યા હતા અને હવે આ જ બાબત સાચી સાબિત થઈ છે.
જસપ્રીત બુમરાહે આ સિરીઝની પહેલી મેચમાં કેપ્ટનશિપ કરી હતી. તેની કેપ્ટન્સીમાં ભારતે પર્થ ટેસ્ટ મેચ જીતી હતી. સિડની ટેસ્ટ ટીમ માટે કરો યા મરોની મેચ છે. આ મેચ સાથે માત્ર બોર્ડર ગાવસ્કર ટ્રોફી જ નહીં પરંતુ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પણ દાવ પર લાગી છે.
ભારતની પ્લેઇંગ ઇલેવન
યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, ઋષભ પંત, નીતિશકુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.