તારીખ : ૦૧/૦૧/૨૦૨૫ બુધવારે શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી મિત્રોએ સાથે મળીને એક નવી ઉર્જા સાથે, એક નવા વિચાર સાથે, એક નવા સંકલ્પ સાથે, એક નવી સારી આદત સાથે આચાર્યશ્રી વેદાંગભાઈ રાજ્યગુરુ તેમજ શિક્ષકમિત્રોના માર્ગદર્શન અને સાથ સહકારથી વર્ષ ૨૦૨૫ નું સ્વાગત એક અનોખી રીતે નવા અંદાજમાં કર્યું હતું.
આ પ્રવૃત્તિમાં વિદ્યાર્થી મિત્રો તેમજ વાલીગણે જે સાથ સહકાર આપ્યો હતો તે બદલ આચાર્યશ્રીએ વાકપુષ્પો દ્વારા તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.