ઇઝરાયલ દ્વારા બે દિવસમાં ગાઝામાં કરેલા હુમલામાં કેટલાના મોત ?

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં ગાઝા પટ્ટીનો મોટો હિસ્સો કાટમાળમાં ધકેલાઈ ગયો છે. ઇઝરાયલે ખુલ્લેઆમ જાહેર કર્યું છે કે જ્યાં સુધી હમાસનો સંપૂર્ણ સફાયો નહીં થાય ત્યાં સુધી આ સંઘર્ષ ચાલુ રહેશે. દરમિયાન, છેલ્લા ૨૪ કલાકમાં તેની સેનાએ ગાઝા પટ્ટીમાં અનેક હુમલા કર્યા છે. આ હુમલામાં ૧૦૦ પેલેસ્ટાઈનીના જીવ ગયા છે. ગાઝાના સરકારી કાર્યાલયે છેલ્લા ૨૪ કલાકમાં ૩૪ હવાઈ હુમલાનો દાવો કર્યો હતો. ગાઝામાં છેલ્લા ઘણા દિવસોથી હુમલા…

Watch: Israel's retaliatory attacks on Gaza kills 232 Palestinians - India  Today

ઘર અને વાહનો તબાહ
ગાઝાના સ્થાનિક વહીવટીતંત્રનો દાવો છે કે ગુરુવારે પણ ઈઝરાયેલે મધ્ય ગાઝામાં નુસીરાત શરણાર્થી શિબિર પર અનેક હવાઈ હુમલા કર્યા હતા. જેમાં ૧૪ લોકોના મોત થયા છે. શુક્રવારે ૨૪ કલાકમાં ફરી અનેક હુમલા કરવામાં આવ્યા હતા. હુમલાના કારણે અરાજકતાનો માહોલ સર્જાયો છે.

Israel Hamas, Israel Palestine Conflict

ઘાયલોને સ્થાનિક હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. યુદ્ધગ્રસ્ત ગાઝામાં સરકારી હોસ્પિટલોની હાલત ખૂબ જ ખરાબ છે અને ઘાયલો માટે પૂરતી પથારી અને અન્ય સુવિધાઓ નથી.

Over 1,000 killed in Israel-Hamas war, US and French nationals among dead -  India Today

ગાઝામાં સર્વત્ર વિનાશના દ્રશ્ય
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના સંઘર્ષને કારણે ગાઝા પટ્ટી કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગઈ છે. માત્ર ઉત્તરી ગાઝા પટ્ટીમાં જ નહીં પરંતુ દક્ષિણ ભાગમાં પણ મોટાપાયે વિનાશ થયો છે. અત્યાર સુધીના હુમલાઓને કારણે ગાઝાની ૯૦ % વસ્તી વિસ્થાપિત લોકોનું જીવન જીવવા મજબૂર છે. ૩,૫૦૦ બાળકો ભૂખ અને કુપોષણને કારણે મૃત્યુના આરે છે. બીજી તરફ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ૪૫,૦૦૦ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. એક લાખથી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *