હરિયાણાના અનાજ બજારમાં કાર શીખતા યુવકે ૫ લોકોને મારી ટક્કર. મળતી માહિતી મુજબ, યુવકે બ્રેકના બદલે એક્સીલેટર પર પગ મૂક્યો હતો. જેના કારણે કાર સ્પીડમાં ગઈ જેના લીધે સામે બેઠેલા લોકો સાથે સર્જાયો અકસ્માત.
હરિયાણાના કૈથલમાં શનિવારે શાકભાજી માર્કેટમાં એક કારે ૫ લોકોને કચડી નાખ્યા. મળતી માહિતી મુજબ, કાર શીખી રહેલા એક યુવકે પાંચ યુવકોને ટક્કર મારી હતી. ટક્કર બાદ ત્રણ યુવકો ઘટનાસ્થળે જ પડી ગયા હતા, પરંતુ બાકીના બે યુવકોને કાર ૨૦ મીટર દૂર સુધી ખેંચી ગઈ હતી. જોકે, આમાં કોઈને જાનહાનિ થઈ નથી. આ ઘટનાનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે.
ઘટના બાદ નજીકમાં હાજર લોકોએ કારમાં સવાર બે લોકોને પકડી લીધા હતા. આ અકસ્માતમાં ત્રણ લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી, પરંતુ બે યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘાયલોને ચીકાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે, અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ યુવકો માર્કેટમાં મુનીમ તરીકે કામ કરે છે. આ બાબતની પોલીસને જાણ કરવામાં આવી છે.
યુવક અનાજ માર્કેટમાં કાર શીખી રહ્યો હતો. તે જ સમયે કાર ચલાવતા શીખી રહેલા એક યુવકે બ્રેકના બદલે એક્સીલેટર પર પગ મૂક્યો, જેના કારણે પાંચ યુવકો આ કારની અડફેટે આવી ગયા હતા. આ સમગ્ર ઘટના નજીકની દુકાનમાં લાગેલા કેમેરામાં કેદ થઈ ગઈ હતી. શનિવારે બપોરે ૦૨:૫૦ કલાકે ૫ યુવકો અનાજ માર્કેટમાં બેસીને વાતો કરી રહ્યા હતા. તે જ સમયે એક સફેદ કાર આવી અને ટક્કર મારી ગઈ.
કારની ટક્કરને કારણે ત્રણ યુવકો ઘટનાસ્થળે જ પડી ગયા હતા પરંતુ બે યુવકો કારની સાથે-સાથે થોડે દૂર સુધી ખેંચાઇ ગયા હતા. આ જોઈને આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા હતા.