સવારે ૦૪:૦૦ વાગ્યે પ્રશાંત કિશોરની પોલીસે અટકાયત કરતાં હોબાળો

બિહાર પબ્લિક સર્વિસ કમિશન (BPSC) ની ૭૦મી પ્રિલિમ્સ પરીક્ષા રદ કરવાની માંગ સાથે ઉપવાસ પર બેઠેલા જન સૂરજ પાર્ટીના સ્થાપક અને જાણીતા ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરને વહેલી સવારે ચાર વાગ્યે પટના પોલીસ દ્વારા ધરણાં સ્થળ પરથી બળજબરીથી ઉપાડી લેવામાં આવ્યા હતા અને અટકાયત કરવામાં આવી હતી. 

VIDEO : સવારે 4 વાગ્યે પ્રશાંત કિશોરની પોલીસે અટકાયત કરતાં હોબાળો, થપ્પડબાજી કર્યાનો આક્ષેપ 1 - image

જન સૂરજ પાર્ટીનો આરોપ છે કે પોલીસે પ્રશાંત કિશોર સાથે બર્બરતા કરી છે. પોલીસે તેમને થપ્પડ મારી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તેમને ધરણાં સ્થળ પરથી સીધા પટના એઈમ્સમાં લઈ જવામાં આવ્યા. આ દરમિયાન પટના પોલીસ અને જન સૂરજ પાર્ટીના પ્રમુખ પ્રશાંત કિશોરના સમર્થકો વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી.

You take blankets from us and then show us attitude': Heated exchange  between Prashant Kishor and BPSC aspirants | Latest News India - Hindustan  Times

પોલીસે પ્રશાંત કિશોરને કસ્ટડીમાં લેવાનો પ્રયાસ કરતાં જ સમર્થક વિદ્યાર્થીઓએ પ્રશાંત કિશોરને ઘેરી લીધો હતો. બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પરંતુ આખરે પોલીસે પ્રશાંત કિશોરને કસ્ટડીમાં લઈ લીધા હતા. વિદ્યાર્થીઓ અને પોલીસ દળ વચ્ચેની આ અથડામણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. દરમિયાન પોલીસે ગાંધી મેદાન બહાર આવતા વાહનોનું ચેકિંગ શરૂ કર્યું છે.

Bihar sudent protests: Prashant Kishor's defence as lathicharged exam  aspirants ask 'Where were you?' - India Today

પ્રશાંત કિશોર BPSCની ૭૦ મી પ્રિલિમિનરી પરીક્ષા રદ્દ કરવાની માંગ માટે પટનાના ગાંધી મેદાનમાં ગાંધી પ્રતિમા નીચે આમરણ ઉપવાસ કરી રહ્યા હતા. સોમવારે સવારે ૦૪:૦૦ વાગ્યે મોટી સંખ્યામાં પોલીસ આવીને પ્રશાંત કિશોરને લઈ ગઈ હતી. જન સૂરજના લોકોનો આરોપ છે કે આ દરમિયાન પોલીસે પીકેને થપ્પડ પણ મારી હતી. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ પ્રશાંત કિશોરને પટના એઈમ્સમાં લઈ ગઈ છે, જ્યાં તેમનું હેલ્થ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *