ઓસ્ટ્રેલિયામાં સી પ્લેન દરિયામાં જ તૂટી પડ્યું

પાઈલટ સહિત ૩ના મોત, ૩ ઈજાગ્રસ્ત.

ઓસ્ટ્રેલિયામાં મોટી દુર્ઘટના, સી પ્લેન દરિયામાં જ તૂટી પડ્યું, પાઈલટ સહિત 3ના મોત, 3 ઈજાગ્રસ્ત 1 - image

ઓસ્ટ્રેલિયાથી એક મોટા સમાચાર સામે આવ્યા. પ્રવાસી ટાપુ નજીક એક સી પ્લેન ક્રેશ થયું છે. જેમાં ત્રણ લોકોના મોતની પુષ્ટી થઇ છે. મૃતકોમાં પાઈલટ અને સ્વિત્ઝર્લેન્ડ અને ડેનમાર્કના બે પ્રવાસીઓ સામેલ છે. આ દુર્ઘટનામાં અન્ય ત્રણ ઘાયલ પણ થયા હતા. અધિકારીઓએ બુધવારે આ ઘટનાની જાણકારી આપી હતી. 

Seaplane Crash: ఆస్ట్రేలియా దీవిలో కూలిన సీప్లేన్‌.. ముగ్గురు మృతి,  ముగ్గురికి గాయాలు-Namasthe Telangana

પર્થથી લગભગ ૩૦ કિમી (૧૮.૬ માઇલ) પશ્ચિમમાં લોકપ્રિય પર્યટન સ્થળ રોટનેસ્ટ આઇલેન્ડ નજીક મંગળવારે બપોરે જ્યારે તે ક્રેશ થયું ત્યારે આ વિમાનમાં કુલ છ પ્રવાસીઓ સવાર હતા. વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયા રાજ્યના પ્રીમિયર રોજર કૂકે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, પીડિતોના પરિવાર અને મિત્રો સાથે મારી સહાનુભૂતિ છે.

Foreign tourists among three dead after Rottnest Island seaplane crash, WA  premier says | Western Australia | The Guardian

આ દુર્ઘટના વેકેશન માણવા આવેલી ભીડની સામે બની હતી, જેમાં ટાપુ પર બાળકો સાથે વેકેશન માણી રહેલા પરિવારો પણ સામેલ હતા. રાજ્યના પોલીસ કમિશનર કર્નલ બ્લેન્ચે જણાવ્યું હતું કે અધિકારીઓએ અકસ્માતના કારણની તપાસ શરૂ કરી છે. સ્વાન રિવર સીપ્લેનની માલિકીનું આ વિમાન પશ્ચિમ ઓસ્ટ્રેલિયાની રાજધાની પર્થમાં તેના બેઝ પર પરત ફરી રહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *