ગુજકેટની પરિક્ષા માટે ફોર્મ લેઈટ ફી સાથે ૧૫ જાન્યુઆરી સુધી ઓનલાઇન ભરી શકાશે

પરીક્ષા અંગેની માહિતી પુસ્તિકા અને આવેદનપત્ર ભરવાની સૂચનાઓ બોર્ડની વેબસાઈટ પર મુકાઈ

GUJCET 2021 ની પરીક્ષાના ફોર્મ ભરવાની શરૂઆત

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ અંગે લેવાતી પરીક્ષાના ફોર્મ ૧૫ જાન્યુઆરી સુધી લેટ ફી સાથે ભરી શકાશે. શિક્ષણ બોર્ડ દ્વારા એ,બી અને એબી ગ્રુપના ધોરણ ૧૨ સાયન્સ ના પરીક્ષાઓ માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટ ૨૦૨૫ માટેની માહિતી પુસ્તિકા અને ઓનલાઇન આવેદનપત્ર ભરવાની સૂચના બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવી છે.

રાજ્યમાં 31 માર્ચે ગુજકેટની પરીક્ષા યોજાશે, જાણો શું રહેશે સમય | Sandesh

ગુજકેટ ૨૦૨૫ની પરીક્ષાના ફોર્મ બોર્ડની વેબસાઈટ www.gseb.org પરથી ઓનલાઇન ભરવાની અંતિમ તારીખ ૭ જાન્યુઆરી સુધી લંબાવવામાં આવેલ હતી જે હવે પછીથી રૂપિયા ૧.૦૦૦ની લેટ ફી સાથે ૧૫ જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *