કાશ્મીરના રાજૌરીમાં LoC નજીક ભયાનક વિસ્ફોટ

જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં LoC નજીકના એક ગામમાં લેન્ડલાઇન બ્લાસ્ટ થયો છે, જેમાં લગભગ ૬ જેટલા જવાન ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

3 security personnel injured in explosion near LoC in J&K's Rajouri | Jammu  News - Times of India

અધિકારીઓના જણાવ્યા અનુસાર પેટ્રોલિંગ દરમિયાન એક જવાન ભૂલથી લેન્ડમાઇન પર ચડી જતા બ્લાસ્ટ થયો હતો. ઘાયલ લોકોને હાલમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહેલ છે.

J-K Landmine Blast: Six Soldiers Injured In Landmine Explosion Close To LoC  In Rajouri

પ્રાપ્ત વિગતો અનુસાર મંગળવારે જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC) નજીકના એક ગામમાં લેન્ડમાઇન વિસ્ફોટમાં સેનાના ૬ જવાનો ઘાયલ થયા હોવાના અહેવાલો છે.

6 soldiers injured in landmine explosion in Jammu and Kashmir's Rajouri |  Latest News India - Hindustan Times

બ્લાસ્ટની વિગતો આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે જવાનો સવારે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન લગભગ 10.45 વાગ્યે નૌશેરા સેક્ટરમાં ખાંબા કિલ્લા પાસે એક સૈનિકનો પગ ભૂલથી લેન્ડમાઈન પર પડવાને કારણે તેમાં વિસ્ફોટ થયો હતો. ઘાયલ લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.

Civilian injured in Poonch LoC explosion - greaterkashmir

બ્લાસ્ટની વધુ વિગતો આપતાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, “ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાંમાં આવ્યા હતા. હાલ તેમની હાલત સ્થિર છે.” તેમણે જણાવ્યું હતું કે ઘૂસણખોરીને રોકવા માટે નિયંત્રણ રેખા પર આગળના વિસ્તારોમાં લેન્ડમાઇન પાથરવામાં આવ્યા છે, જે વરસાદને કારણે ધોવાઇ જાય છે. આ જ કારણ છે કે આ અકસ્માતો થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *