સચિન તેંડુલકર હોસ્પિટલમાં દાખલ : ગયા અઠવાડિયે જ કોરોના પોઝિટિવ હોવાનું જણાયું હતું !

પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરને આજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી હતી. સચિન તેંડુલકર છેલ્લા અઠવાડિયે જ કોરોના પોઝિટિવ હોવાનું  તેમના ચાહકો ને જણાવ્યું હતું . 27 માર્ચે સચિને જાતે જ કોવિડ 19 ના પરીક્ષણ અહેવાલ અંગેની માહિતી સોશિયલ મીડિયા પર જ આપી હતી.

ચાહકો માટે સચિનનો સંદેશ :

આપ સૌ ધ્વારા મળેલ શુભેચ્છાઓ માટે આપ સૌ નો ખુબ ખુબ આભાર. ડોકટરોની સલાહ મુજબ મેડિકલ રૂટિન પૂર્ણ કરવા માટે મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે . હું આશા રાખું છું કે થોડા દિવસોમાં જ હું સ્વસ્થ થઈને ઘરે પાછો આવીશ. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *