અમદાવાદમાં HMP વાયરસનો વધુ એક કેસ નોંધાયો

અમદાવાદમાં HMPVનો વધુ એક કેસ નોંધાયો, કૃષ્ણનગરમાં રહેતા ૪ વર્ષના બાળકને HMPV પોઝિટિવ આવ્યો છે.

India's Third Case Of HMPV Virus Confirmed: 2-Year-Old Tests Positive In  Gujarat's Ahmedabad - Oneindia News

ચીની ‘હ્યુમન મેટાન્યુમો વાઈરસ'(HMPV)ના કેસ ગુજરાતમાં નોંધપાત્ર રીતે વધી રહ્યાં છે. ત્યારે HMP વાઈરસના અમદાવાદમાં અત્યાર સુધીમાં ૫ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ વાયરસનો એક કેસ સાબરકાંઠામાં પણ જોવા મળ્યો હતો. જો કે, અમદાવાદમાં વધુ એક કેસ નોંધાયો છે. કૃષ્ણનગરમાં રહેતા ૪ વર્ષના બાળકને HMPV પોઝિટિવ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

80-yr old man with no travel history tests HMPV positive in Ahmedabad |  Health News - Business Standard

અમદાવાદમાં HMPVનો વધુ એક કેસ નોંધાયો છે. કૃષ્ણનગરમાં રહેતા ૪ વર્ષના બાળકને HMPV પોઝિટિવ આવ્યો છે. જેને સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આ સાથે જ અમદાવાદમાં HMPVના કુલ ૫ કેસ પોઝિટિવ નોંધાયા છે.

Virus trading cards, animated and 3D-printable

અમદાવાદમાં ૮૦ વર્ષના વૃદ્ધને HMPV કેસ પોઝિટિવ આવ્યો હતો. સ્ટર્લિંગ હોસ્પિટલમાં દર્દી સારવાર હેઠળ છે. અસ્થમાની બીમારી ધરાવતા દર્દીનો HMPV કેસ પોઝિટિવ આવ્યો હતો.

Hpv GIFs - Find & Share on GIPHY

HMPV વાયરસનો હિંમતનગરમાં પ્રથમ કેસ નોંધાયો હતો. ખાનગી હોસ્પિટલમાં ૮ વર્ષના બાળકને HMPV પોઝિટીવ આવ્યું હતું. પ્રાંતિજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના આ બાળકનું રિપોર્ટ પોઝિટિવ આવ્યું હતું. ત્યારે બાળકને ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે.

HPV 3d on Make a GIF

મેટાન્યુમો વાઈરસ (HMPV) વિશે જાણવા જેવી બાબતો

– મેટાન્યુમો વાઈરસ (HMPV) અન્ય શ્વસન વાયરસ જેવો જ વાયરસ છે.

– વર્ષ ૨૦૦ ૧થી આ વાઈરસની ઓળખ થયેલ છે.

– આ વાઈરસ શિયાળાની ઋતુ દરમિયાન ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોમાં દેખાય છે અને તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફલુનો સમાવેશ થાય છે.

મેટાન્યુમોવાઈરસ (HMPV)ના લક્ષણો દેખાય તો શું કરવું (Do’s) ?

– જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટિસ્યુથી ઢાંકવું.

– નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવાં કે સેનેટાઈઝરનો ઉપયોગ કરવો.

– ભીડભાડવાળા સ્થળોથી દૂ૨ રહેવું અને ફલૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું.

– તાવ, ઉધરસ કે છીંક આવે છે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું.

– વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો.

– પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી.

– બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશન વાળા વાતાવરણમાં રહેવું.

– શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું, બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.

મેટાન્યુમોવાઈરસ (HMPV)ના ચેપની સ્થિતિમાં શું ના કરવું (Don’ts):

– આવશ્યક ના હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ ક૨વો નહિ.

– ચેપ ગ્રસ્ત વ્યક્તિએ વ્યક્તિગત ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, રૂમાલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ના આવે તેનું ધ્યાન રાખવું.

– જાતે દવા લેવાનું ટાળવું, લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *