શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત સાર્વજનિક માધ્યમિક શાળાના તેજસ્વી તારલાઓ ધન રાશિનો પુરસ્કાર પ્રમાણપત્ર પુસ્તક મેળવીને શાળા નો ગૌરવ વધાર્યું.
શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા SSIP ૨.૦ (સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન પોલીસી ૨.૦) અંતર્ગત નેશનલ સ્ટાર્ટઅપ ડે ૨૦૨૫ ની ઉજવણી તારીખ ૧૬ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ વિદ્યા સમીક્ષા કેન્દ્રના નચિકેતા હોલમાં કરવામાં આવી હતી. ગુજરાતની વિવિધ શાળાઓમાંથી પોતાના ઇનોવેટિવ આઈડિયા થકી પસંદ થયેલ વિદ્યાર્થીઓમાં શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત સાર્વજનિક માધ્યમિક શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ
૧ રાવળ યુગ દીપકભાઈ
૨ પ્રજાપતિ તનિષા ગોવિંદભાઈ
૩ વાણંદ મિશવા દીપેનભાઈ
આ પ્રસંગે માનનીય શિક્ષણ મંત્રી શ્રી ડો કુબેરભાઈ ડીંડોર અને શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં રૂપિયા ૨૦,૦૦૦ ની ધનરાશીનો પુરસ્કાર, પ્રમાણપત્ર અને પુસ્તક ભેટ સ્વરૂપે એનાયત કરવામાં આવ્યા હતા .
શ્રી સરખેજ કેળવણી મંડળ શાળા પરિવાર તરફથી આ વિદ્યાર્થીઓ અને એમને તૈયાર કરનાર શિક્ષકો શ્રી અલ્કેશભાઇ પટેલ અને કુ.ઉર્વશી ચૌધરીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.