ઉત્તરપ્રદેશ : એક દુકાનમાં રહસ્યમય વિસ્ફોટ : દુકાનમાં શટર 15 ફુટ દૂર ઉડીને પડયું !

ઉત્તરપ્રદેશના સિદ્ધાર્થનગરથી એક ચોંકાવનારો સમાચાર સામે આવ્યો છે. અચાનક જ એક દુકાનમાં એક રહસ્યમય વિસ્ફોટ થયો. જેમાં નજીકમાં આવેલા મકાનોની દિવાલો હચમચી ગઈ હતી. ઘટના સ્થળે હાજર એક વ્યક્તિનું  ઘટના સ્થળે  જ મોત નીપજ્યું , જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયેલ. જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ : –

30 વર્ષીય રાજમન સિદ્ધાર્થનગર જિલ્લાના નાદેપર છેદ પર કરિયાણાની દુકાન ચલાવતો હતો. મોડી રાત્રે તે વીરેન્દ્ર ગુપ્તા સાથે દુકાનની અંદર હાજર હતો. તે દરમિયાન જોરદાર અવાજ સાથે  ભયાનક વિસ્ફોટ થયો હતો. રાજમનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. જ્યારે  બીજી વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયેલ છે .

કેટલો તીવ્ર વિસ્ફોટ થયો તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે દુકાનમાં શટર 15 ફુટ દૂર ઉડીને પડયું હતું. દુકાનની દિવાલ ધરાશાયી થઈ અને પડી ગઈ. આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને લાગ્યું કે જાણે ભૂકંપ આવ્યો હોય. વિસ્ફોટ થયા બાદથી વિસ્તારમાં ચર્ચાઓ ચાલુ છે  વિસ્ફોટ નો અનુભવ એવો હતો કે જાણે ભૂકંપ આવ્યો હોય.

હાલ પોલીસ આ ઘટનાનું સાચું કારણ આપી શક્યું નથી.

ઘટના સ્થળે પહોંચેલા એસઓ જોગિયાએ જણાવ્યું હતું કે વિસ્ફોટના કારણોની જાણકારી મળી શકી નથી. તપાસ કરવામાં આવી રહી છે. સ્થળ પર જ તે આ કેસની તપાસમાં લાગી ગયો છે. આ કેસમાં માહિતી આપતાં રામ અભિલાષ ત્રિપાઠીએ કહ્યું કે, ઘટનાના વાસ્તવિક કારણોની તપાસ કરવામાં આવી રહી છે. સાચી માહિતી ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે, ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *