ઉધ્ધવ સેનાના સાંસદ સંજય રાઉતે શું માંગણી કરી ?

ઉદ્ધવ સેનાના સાંસદ સંજય રાઉતે ગુરુવારે માંગ કરી હતી કે, ‘શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેને ભારત રત્નથી સન્માનિત કરવા જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૬મી જાન્યુઆરીએ આની જાહેરાત કરવી જોઈએ. રાઉત પોતાના નિવેદનોથી ચર્ચા જગાવતા જ રહે છે .

9 Bala Saheb Thackrey ideas | bal thackeray, shivaji maharaj hd wallpaper,  shivaji maharaj wallpapers

બાળાસાહેબ ઠાકરેની જન્મજયંતિ નિમિત્તે તેમણે કહ્યું કે, ‘બાળાસાહેબ ઠાકરે તમામ હિંદુઓ અને મરાઠી લોકો માટે ભગવાન સમાન છે. જો આજે અયોધ્યામાં રામ મંદિર બની રહ્યું છે તો તેમાં બાળાસાહેબ ઠાકરેનું મહત્ત્વનું યોગદાન હતું. ઘણા હિંદુ સંગઠનો દ્વારા બાળાસાહેબ ઠાકરેને ભારત રત્ન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તેથી, અમે માંગ કરીએ છીએ કે મોદીએ 26 જાન્યુઆરીએ તેમને ભારત રત્ન આપવાની જાહેરાત કરવી જોઈએ.’

Uddhav has ability, will lead nation, says Shiv Sena MP Sanjay Raut |  Mumbai news

આ દરમિયાન ઉદ્ધવ સેનાએ પોતાના મુખપત્ર ‘સામના’માં અમિત શાહ અને એકનાથ શિંદે પર પ્રહારો કર્યા છે. અખબારના પહેલા પાને એકનાથ શિંદેને દેશદ્રોહી ગણાવ્યા છે અને તેની સરખામણી પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર સાથે કરવામાં આવી છે.

Bal Thackeray birth anniversary: Lesser-known things which you should about  Shiv Sena supremo

લેખમાં કહેવામાં આવ્યું છે કે અમિત શાહ જેવા નેતાઓ જ્યારે મહારાષ્ટ્રમાં આવે છે ત્યારે બાળાસાહેબ ઠાકરેનું નામ ખૂબ જ લે છે. તેઓ આમ કરવામાં ક્યારેય ખચકાટ અનુભવતા નથી, પરંતુ એ પણ સત્ય છે કે આ લોકોએ શિવસેનાને નબળી બનાવી છે. જે રીતે કેટલાક લોકોએ પાણીપતના ત્રીજા યુદ્ધમાં સદાશિવ રાવ ભાઉને દગો આપ્યો હતો, તેવી જ રીતે એકનાથ શિંદે જેવા દેશદ્રોહીને ઊભા કરવામાં આવ્યા હતા.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *