4 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં મતદાન વચ્ચે મંગળવારે ભાજપ પોતાનો 41મો સ્થાપના દિવસ મનાવી રહ્યું છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના પાર્ટી કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. મોદીએ બંગાળ અને કેરળના ચૂંટણી રાજ્યોમાં પાર્ટીના કાર્યકરો પરના હુમલાનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે વિરોધીઓ સામાન્ય જનતાને ભડકાવીને દેશનું નુકસાન કરી રહ્યા છે.
મોદીના ભાષણની મહત્વની વાતો
અડવાણી, મુરલી મનોહર જોશીને યાદ કર્યા
વડાપ્રધાને કહ્યું કે કોઈ પણ જિલ્લો એવો નહીં હોય કે જ્યાં કાર્યકર્તાની બે-ત્રણ પેઢીઓ તેમાં હોમાઈ ગઈ નહીં હોય. પાર્ટી આવા દરેક કાર્યકરને નમન કરે છે અને અટલ જી, શ્યામાપ્રસાદ મુખર્જી, આદરણીય અડવાણીજી, આદરણીય મુરલી મનોહર જોશી જેવા નેતાઓ દ્વારા માર્ગદર્શન મળતું રહ્યું છે. હું તેમણે નમન કરું છું.
મોદીએ કહ્યું હતું કે વ્યક્તિ કરતા મોટી પાર્ટી અને પાર્ટી કરતા મોટો દેશ, તે ભાજપની પરંપરા રહી છે. શ્યામાપ્રસાદજીના સપનાની તાકાત હતી જે આપણે કલમ 370 ને દૂર કરીને કાશ્મીરને બંધારણીય અધિકાર આપી શક્યા. અટલજી એ એક મતે સરકાર પડવાના નિર્ણયને સ્વીકાર્યો હતો. આપણી પાસે રાજકીય સ્વાર્થ માટે પાર્ટીઓ તૂટી જવાની ઘણી ઘટનાઓ છે, પરંતુ દેશ માટે પાર્ટીઓનું જોડાણ જનસંઘે કરી બતાવ્યુ છે.
ગામ- ગરીબને સાથે જોડ્યા
વડાપ્રધાને વધુમાં કહ્યું હતુ કે જનસંઘથી લઈને અત્યાર સુધીમાં આ તપ અને તપસ્યા અમારા કાર્યકરો માટે મોટી પ્રેરણા છે. કોરોનાએ ગયા વર્ષે દેશની સામે મોટી સંકટ ઊભું કરી દીધું હતુ, પરંતુ તમે
તમારું સુખ દુખ ભૂલીને લોકોની સેવા કરતાં રહ્યા. જે કામ આપ ગામે-ગામ અને શહેરોમાં કરી રહ્યા હતા, એવા જ કામ અંત્યોદયની પ્રેરણાથી અમે કર્યા. આજે ભાજપ સાથે ગામ-ગરીબનો સંબંધ એટલા માટે વધી રહ્યો છે, કારણ કે આજે તે અંત્યોદયને સાકાર થતાં જોઈ રહ્યા છે.
યુવાનોને રિઝવવાના પ્રયાસ
મોદીએ કહ્યું કે એકવીસમી સદીમાં જે યુવાઓએ જન્મ લીધો છે તેઓ ભાજપની નીતિ સાથે છે. ગાંધીજી પણ કહેતા હતા કે યોજનાઓ તેવી હોવી જોઈએ કે જે સમાજની છેલ્લી લાઇનમાં ઉભેલા વ્યક્તિને પણ ફાયદો પહોંચાડે. અમે તેને અપનાવ્યો. આજે દેશમાં છેલ્લી લાઇનમાં ઉભેલા વ્યક્તિ પણ તેનો અનુભવ કરી રહ્યા છે. દેશના દરેક ગરીબની પાસે બેંકમાં ખાતું હોય, તેના ઘરમાં નળ અને વીજળી કનેક્શન હોય, દરેક ગામમાં ઓપ્ટિકલ ફાઇબર હોય એવી અનેક બાબતો માટે, તેમાં નાતે ભાજપની સરકાર પછી તે કેન્દ્ર હોય કે રાજ્ય, આપણે બધાએ મળીને આ લક્ષ્ય પૂર્ણ કરવાના છે.
ખેડૂતો પર પર ધ્યાન કેન્દ્રિત, નવા કૃષિ કાયદાના ગુણો ગણાવ્યા
પ્રધાનમંત્રીએ કહ્યું કે અમારી કાર્યશૈલી છે કે કોઈની પાસેથી કંઈપણ છીનવી લેતા નથી અને તેને છીનવી લીધા વિના જ તેમના હકનું મળે તેના પર સંવેદનશીલતાપૂર્વક કામ કરીએ છીએ. આપણા દેશમાં એંસી ટકાથી ત્યાં નાના નાના ખેડુતો છે. તેની સંખ્યા દસ કરોડથી વધુ છે. અગાઉની સરકારોની પ્રાધાન્યતા આ નાના ખેડુતો નહોતી, પરંતુ અમારી સરકારે તેમના પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ભલે પછી નવા કૃષિ કાયદા હોય, કે પાક વીમા યોજનામાં સુધારો હોય, કુદરતી યોજનામાં વળતર હોય, અથવા યુરિયાના લીમડાના કોટિંગ હોય, એવી દરેક યોજનાનો લાભ નાના ખેડૂતને મળ્યો છે.