ગૃહ વિભાગ વિભાગમાં ફોજદારી કેસો સબંધિત કેસો સંભાતી શાખાઓ માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા ગૃહ વિભાગમાં ફોજદારી કેસો સંબંધિત કેસો સંભાળતી શાખાઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. હાઈકોર્ટની પીપ અને ડિરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની કચેરી ગૃહ વિભાગ હસ્તક આવશે. જીલ્લાનાં ફોજદારી કેસો સંબંધિત કાર્યવાહી કરતી શાખાઓનાં રેકોર્ડ, રજીસ્ટ્રાર અને સ્ટાફ ગૃહ વિભાગ હસ્તક તબદીલ થશે.
આ સમગ્ર બાબતે મુખ્યમંત્રી દ્વારા ગત રોજ મહત્વનો નિર્ણય કરાયો છે. જેમાં કાયદા વિભાગ હસ્તકની ફોજદારી કેસો સંબંધિત કાર્યવાહી સંભાળતી હોઈ તેવી શાખાઓ ગૃહ વિભાગ હસ્તક તબદીલ કરવા સરકારના આદેશો મળેલ છે.જેના અનુસંધાને વિભાગની બી તેમજ બી-૧ શાખા દ્વારા રાજ્યના તમામ જીલ્લાના ફોજદારી કેસો સંબંધિત કાર્યવાહી કરવામાં આવતી હોઇ, નીચે જણાવેલ વિગતોએ બી અને બી-૧ શાખામાં ફાળવવામાં આવેલ વિષયો,રેકર્ડ, રજીસ્ટ્રાર તથા સ્ટાફ સહિત ગૃહ વિભાગને તબદીલ કરવામાં આવે છે.
બી- શાખા