પ્રજાસત્તાક દિવસના ૭૬ વર્ષ

ભારત આજે ૭૬ મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય રીતે ઉજવણી કરશે. પીએમ મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને ચીફ ગેસ્ટ તરીકે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિઆંતો સમારોહમાં ભાગ લેશે. આ સમારોહનું મુખ્ય આકર્ષણ ફ્લાય-પાસ્ટ હશે જે ભારતની વાયુશક્તિ પ્રદર્શિત કરશે. આ ઉપરાંત ડીઆરડીઓનો ટેબ્લો પણ ભારતની શક્તિનો પરચો બતાવશે. 

આજે શહેર-જિલ્લામાં દેશભક્તિની ભાવના સાથે 76 મા ગણતંત્ર દિવસની ઉજવણી થશે |  Today the 76th Republic Day will be celebrated with patriotic fervor in the  city and district - Gujarat Samachar

76th Republic Day 2025: Best 30+ Images, Pictures, Photos, GIFs to Share on  WhatsApp, Instagram and Facebook

૦૯:૦૦ 

વિદેશમંત્રી એસ.જયશંકરે તેમના નિવાસે ૭૬ મા પ્રજાસત્તાક દિવસે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો 

૦૮:૩૦ 

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ બેંગ્લુરુમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. તેમની સાથે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ઉપમુખ્યમંત્રી ડી.કે.શિવકુમાર પણ હાજર રહ્યા હતા. 

પરેડની શરૂઆત ૧૦:૩૦ વાગ્યે થશે 

૭૬ મા પ્રજાસત્તાક દિવસના સમારોહમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી રહ્યા છે. પરેડ સવારે લગભગ ૧૦:૩૦ વાગ્યે શરૂ થશે. તે લગભગ ૯૦ મિનિટ ચાલશે. આ ઉજવણીની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત સાથે થશે. અહીં તે દેશના નાયકોને પુષ્પાંજલિ અર્પણ કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો ‘પરંપરાગત બગી’માં સવારી કરીને કર્તવ્ય પથ પર પહોંચશે.

૦૭:૪૦ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી

૭૬ મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, આજે આપણે આપણા ભવ્ય પ્રજાસત્તાકની ૭૫ મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ. આ પ્રસંગે, આપણે તે બધા મહાન વ્યક્તિઓને સલામ કરીએ છીએ જેમણે આપણું બંધારણ બનાવીને ખાતરી કરી કે આપણી વિકાસ યાત્રા લોકશાહી, ગૌરવશાળી અને એકતા પર આધારિત હોય. તેમણે કહ્યું કે આશા છે કે આ રાષ્ટ્રીય તહેવાર આપણા બંધારણના મૂલ્યોનું જતન કરશે અને મજબૂત અને સમૃદ્ધ ભારત બનાવવા માટેના આપણા પ્રયાસોને વધુ મજબૂત બનાવશે.

૦૭:૨૦ 

ભારતીય સેના પ્રમુખે પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી

 

ભારતીય સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીએ પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી. ભારતીય સેનાની એક X-પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, “૭૬ મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે, સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને ભારતીય સેના વતી તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ.”

૦૭:૧૫

અમેરિકાએ ભારતને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી

અમેરિકાના વિદેશ સચિવ માર્કો રુબિયોએ ભારતને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું, “અમેરિકા વતી, હું ભારતના લોકોને તેમના દેશના પ્રજાસત્તાક દિવસ પર અભિનંદન આપું છું. કેમ કે તે ભારતના બંધારણને અપનાવવાની ઉજવણી કરી રહ્યા છે એટલા માટે અમે દુનિયાના સૌથી મોટા લોકતંત્રતા પાયા તરીકે તેના સ્થાયી મહત્ત્વને માન્યતા આપવામાં તેમની સામે જોડાઈ રહ્યા છીએ. 

Happy Republic Day 26Th January GIF #4 Happy-Republic-Day-Gif Wallpaper

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *