વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભુવનેશ્વરમાં ઉત્કર્ષ ઓડિશા – મેક ઇન ઓડિશા કોન્ક્લેવ ૨૦૨૫ નું ઉદ્ઘાટન કરશે. આ કોન્ક્લેવનો ઉદ્દેશ્ય ઓડિશાને પૂર્વોદય વિઝનના કેન્દ્ર અને ભારતમાં અગ્રણી રોકાણ સ્થળ અને ઔદ્યોગિક હબ તરીકે સ્થાપિત કરવાનો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે ૨૮ મી જાન્યુઆરીએ ઓડિશા અને ઉત્તરાખંડની મુલાકાત લેશે. તેઓ સવારે લગભગ ૧૧:૦૦ વાગ્યે ભુવનેશ્વરના જનતા મેદાન ખાતે ઉત્કર્ષ ઓડિશા – મેક ઇન ઓડિશા કોન્ક્લેવ ૨૦૨૫ નું ઉદ્ઘાટન કરશે. આ પછી તે ઉત્તરાખંડના દેહરાદૂન જશે અને લગભગ ૦૬:૦૦ વાગ્યે ૩૮ મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે.
આ ઉપરાંત વડાપ્રધાન મેક ઇન ઓડિશા પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરશે. તે વાઇબ્રન્ટ ઔદ્યોગિક ઇકોસિસ્ટમ વિકસાવવામાં રાજ્યની સિદ્ધિઓને પ્રકાશિત કરશે. ૨૮ થી ૨૯ જાન્યુઆરી દરમિયાન બે દિવસીય કોન્ફરન્સ યોજાશે. તે ઉદ્યોગના નેતાઓ, રોકાણકારો અને નીતિ નિર્માતાઓ માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરશે. કોન્ફરન્સમાં CEO અને નેતાઓની રાઉન્ડ ટેબલ મીટિંગ્સ, પ્રાદેશિક સત્રો, B2B મીટિંગ્સ અને નીતિ ચર્ચાઓ દર્શાવવામાં આવશે.
ઓડિશા બાદ વડાપ્રધાન મોદી દેહરાદૂન પહોંચશે. અહીં તેઓ ૩૮ મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે. ઉત્તરાખંડના સિલ્વર જ્યુબિલી વર્ષ દરમિયાન રાજ્યમાં આ ગેમ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ૨૮ જાન્યુઆરીથી ૧૪ ફેબ્રુઆરી દરમિયાન ઉત્તરાખંડના ૮ જિલ્લાના ૧૧ શહેરોમાં નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવશે.
નેશનલ ગેમ્સમાં ૩૬ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ ભાગ લેશે. ૧૭ દિવસ સુધી ચાલનારી આ રમતમાં ૩૫ રમતોની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. જેમાંથી ૩૩ રમતોમાં મેડલ અપાશે, જ્યારે બે રમત પ્રદર્શની રમતો હશે. યોગ અને મલ્લખંભનો પ્રથમ વખત નેશનલ ગેમ્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઈવેન્ટમાં દેશભરમાંથી ૧૦,૦૦૦થી વધુ એથ્લેટ ભાગ લેશે. ગ્રીન ગેમ્સ આ વર્ષની નેશનલ ગેમ્સની