ઓલા ઈલેક્ટ્રિક દ્વારા આગામી 5 ફેબ્રુઆરીના રોજ Roadster X ઈલેક્ટ્રિક માટરસાયકલને લોન્ચ કરવામાં આવશે. કંપનીનો દાવો છે કે, બેઈઝ મોડલ સિંગલ ચાર્જમાં 117 કિમી, મિડ વેરિએન્ટ 159 કિમી અને ટોપ વેરિએન્ટ 200 કિમીની ડ્રાઈવિંગ રેન્જ આપવા માટે સક્ષમ હશે.
દેશની જાણીતી ટૂ-વ્હીલર નિર્માતા કંપની ઓલા ઈલેક્ટ્રિક (OLA Electric)એ તાજેતરમાં જ સ્થાનિક બજારમાં તેના થર્ડ-જનરેશન (Gen 3) ઈલેક્ટ્રિક સ્કૂટરોને લોન્ચ કર્યા હતા. હવે કંપની તેની પહેલી ઈલેક્ટ્રિક બાઈક રેન્જને લોન્ચ કરવાની તૈયારીમાં છે.
ગત વર્ષે ઓગસ્ટમાં કંપનીએ આ બાઈકના ત્રણ વેરિએન્ટ્સની કિંમતનો ખુલાસો કરી દીધો હતો. જેમાં રેગ્યુલર, X અને પ્રો મોડલ સામેલ છે. બેઈઝ મોડલ 2.5 kWh બેટરી પેક વેરિએન્ટની કિંમત 77,999 રૂપિયા, 3.5 kWh બેટરી પેક વેરિએન્ટની કિંમત 84,999 રૂપિયા અને 4.5 kWh બેટરી પેક વેરિએન્ટની કિંમત 99,999 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
કંપનીનો દાવો છે કે, બેઈઝ મોડલ સિંગલ ચાર્જમાં 117 કિમી, મિડ વેરિએન્ટ 159 કિમી અને ટોપ વેરિએન્ટ 200 કિમીની ડ્રાઈવિંગ રેન્જ આપવા માટે સક્ષમ હશે. કંપનીનો દાવો છે કે, સૌથી સસ્તું મોડલ 3.2 સેકન્ડમાં 0થી 40 કિમી/કલાકની સ્પીડ પકડશે. જ્યારે મિડ વેરિએન્ટ 2.9 સેકન્ડમાં 0થી 40 કિમી/કલાકની સ્પીડ પકડશે, તો ટોપ વેરિએન્ટને 2.8 સેકન્ડનો સમય લાગશે.