પ્રયોઝ ડે ક્યારે ઉજવાય છે

પ્રપોઝ ડે વેલેન્ટાઇન ડે સપ્તાહનો બીજો દિવસ હોય છે, જે રોઝ ડે પછી ઉજવાય છે. નામ મુજબ પ્રપોઝ ડે પર તમારા મનગમતા વ્યક્તિ સમક્ષ તમારા દિલની વાત કહેવાની હોય છે. જાણો પ્રપોઝ દિવસ ઉજવવાની શરૂઆત કોણે ક્યારે અને કેમ કરી.

Propose Day: પ્રયોઝ ડે ક્યારે ઉજવાય છે, કોણે આ દિવસ ઉજવવાની શરૂઆત કરી? જાણો ઇતિહાસ

વેલેન્ટાઇન ડે વીકની ઉજવણી રોઝ ડે સાથે શરૂ થાય છે. ૭ ફેબ્રુઆરીએ રોઝ ડેની ઉજવણી બાદ ૮ ફેબ્રુઆરીએ પ્રપોઝ ડે ઉજવાય છે. નામ મુજબ પ્રપોઝ ડે પર તમારા મનગમતા વ્યક્તિ સમક્ષ તમારા દિલની વાત કહેવાની હોય છે. સરળ શબ્દમાં કહીયે તો જે તે વ્યક્તિને પ્રેમ કરો છે તેને પ્રયોઝ કરવાનું હોય છે.

Happy Propose Day 2025: Wishes Images, Quotes, Status, HD Wallpapers, GIF  Pics, Greetings, SMS, Messages, Photos, Pictures, Status Video | Jansatta

હકીકતમાં, આ દિવસ ખૂબ જ હિંમતનો દિવસ હોય છે, કારણ તમે જ્યારે તમારા દિલની વાત તમારા મનગમતા વ્યક્તિ કે અજાણી વ્યક્તિને કહો છો ત્યારે બહુ હિંમતની જરૂર પડે છે. પરંતુ વિચારવા જેવી વાત એ છે કે, વેલેન્ટાઇન ડે વીકના બીજા દિવસે પ્રપોઝ ડેની શરૂઆત ક્યારે થઇ છે, તેનો ઇતિહાસ શું છે, ચાલો આ વિશે વિગતવાર જાણીએ.

Valentine's Day Gifts | Romantic Hampers & Bouquets | Edible Blooms

પ્રપોઝ ડે કેમ ઉજવાય છે?

આ દિવસની શરૂઆત જોન માઇકલ ઓ લોફલિન નામના વ્યક્તિએ કરી હતી. એક ઘટના બાદ તેમણે આ દિવસની રચના માટે રાષ્ટ્રીય પ્રસ્તાવ મૂક્યો હતો. હકીકતમાં જોન માઇકલની પિતરાઇ બહેને તેના બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ કરી લીધું હતું કારણ કે તેણે પ્રેમ માટે પ્રપોઝ કર્યું ન હતું. જોન માઇકલ અન્ય લોકોને યાદ અપાવવા ઇચ્છતો હતો કે, તેમના સાચા પ્રેમને પ્રપોઝ કરવા માટે રાહ જોવી નહીં પરંતુ સમય મળે ત્યારે પોતાના દિલની વાત કહી દેવી જોઇએ.

Propose Day 2025 shayari: 30 romantic, flirty and cute Propose Day poetry  to share with your love on February 8 - Hindustan Times

આમ ત્યાર પછી પ્રપોઝ ડે શરૂ થયો. હકીકતતમાં, આ ઋતુ નવા પાંદડાના આગમન સાથે પાનખર માટે પણ ઓળખાય છે. E બે દિવસ નવી શરૂઆત તેમજ રાત અને દિવસ વચ્ચે સંતુલનનો સમય છે. તેથી, તમારા દિલની વાત કહેવા અને તમારા જીવનસાથી સાથે તમારા ભવિષ્યનું આયોજન બનાવવા માટે પણ આ યોગ્ય સમય છે.

Happy Propose Day 2025: Images, quotes, wishes, greetings, messages, cards,  pictures, GIFs and wallpapers - The Times of India

દર વર્ષે ૮ ફેબ્રુઆરીએ પ્રપોઝ ડે પણ ઉજવવામાં આવે છે, કારણ કે વર્ષ ૧૪૭૭ માં ઓસ્ટ્રિયન આર્કડ્યુક મેક્સિમિલિયને બરગંડીની મેરીને હીરાની વીંટી સાથે પ્રપોઝ કર્યું હતું. આ ઉપરાંત ૧૮૧૬ માં રાજકુમારી શાર્લોટની તેના ભાવ પતિ સાથે સગાઈ પણ આ દિવસે થઈ હતી.

Happy Propose Day 2023: Best Wishes, Images, Messages, Quotes, and GIFs |  Viral News, Times Now

પ્રપોઝ દિવસ નું મહત્વ

જે લોકો રોમેન્ટિક રિલેશનશિપમાં છે અથવા કોઈ ખાસ વ્યક્તિ સાથે તેની શરૂઆત કરવા માંગે છે તેમના માટે આ એક મહત્વપૂર્ણ દિવસ છે. આ દિવસે લોકો રોમેન્ટિક અંદાજમાં એકબીજાને પ્રપોઝ કરીને પોતાના પ્રેમને મજબૂત કરવા માંગે છે. આ દિવસે લોકો પોતાના પાર્ટનરને સરપ્રાઈઝ આપીને રોમેન્ટિક આઉટિંગ પર લઈ જઈને ખાસ ફીલ કરાવે છે અને પછી દિલની વાત કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *