સરકારની આ યોજનામાં 25 હજાર કરોડની લોન મંજૂર થઇ, તમે પણ ઉઠાવી શકો છો ફાયદો…

વ્યવસાય જગતમાં સમાજના પછાત વર્ગને સ્થાપિત કરવાની મોદી સરકારની યોજના સફળતા મળતી દેખાઇ રહી છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા મહિલા ઉદ્યમીઓને પ્રોત્સાહનુ આપવા માટે સરકારે જે સ્ટૈંડઅપ ઇન્ડિયા યોજના શરૂ કરી હતી. તે અંતર્ગત 25 હજાર કરોડ રૂપિયાની લોન મંજૂર કરવામા આવી ચૂકી છે.

આ યોજના અંતર્ગત લાભાર્થિઓની સંખ્યા 1 લાખથી પણ વધુ છે. હવે આ યોજનાનો વિસ્તાર પણ વર્ષ 2025 સુધી કરી દેવામાં આવ્યો છે. નોંધનિય છે કે, રિઝર્વ બેન્કના આંકડા અનુસાર ડિસેમ્બર 2020 સુધી બેન્કો દ્વારા સૂક્ષ્મ અને નાના ઉદ્યોગો (MSME)ને આપવામા આવતી કુલ લોન 6.6 ટકા વધીને 11.31 લાખ રૂપિયા સુધી પહોંચી ગઇ છે. એક વર્ષ પહેલાની અવધિમાં આ 10.61 લાખ કરોડ રૂપિયા હતી. કુલ દેવામાં MSME સેક્ટરનો હિસ્સો લગભગ 18 ટકા છે.

 

નાણા મંત્રાલયે જાણકારી આપી

કેન્દ્રીય નાણા મંત્રાલય તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર સ્ટૈંડઅપલ ઇન્ડિયા યોજના અંતર્ગત બેન્કોએ 1,14,322 લાભાર્થિઓને 25,586 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. અનુસૂચિત જાતિ, જનજાતિ અને મહિલા ઉદ્યમીઓને પ્રોત્સાહિત કરવા માટે સ્ટેન્ડઅપ ઇન્ડિયા યોજના 5 એપ્રિલ 2016ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો ઉદ્દેશ્ય આર્થિક સશક્તિકરણ અને રોજગાર ઉત્પન્ન પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને તળિયાના સ્તરે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવાનો છે.

નાણા મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, આ યોજનાનો વિસ્તાર 2025 સુધી કરાયો છે. આ અંતર્ગત લાભાર્થિઓને 10 લાખ રૂપિયાથી લઇ એક કરોડ રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ કરવામાં આવે છે. નિવેદનમાં કહેવામા આવ્યું છે કે, આ યોજના અંતર્ગત સીધા બેન્કથી, સ્ટેન્ડઅપ ઇન્ડિયા પોર્ટલથી અથવા લીડ જિલ્લા પ્રબંધક (એલડીએમ)ના માધ્યમથી લોન મેળવી શકાય છે.

શું છે સ્ટેન્ડઅપ ઇન્ડિયા લોન

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા વર્ષ 2016માં શરૂ કરવામાં આવેલ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પછાત વર્ગ અને મહિલા વર્ગના વેપારીઓને 10 લાખ રૂપિયાથી લઇ 1 કરોડ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે.

વેપારને શરૂ કરવા માટે પહેલા ત્રણ વર્ષ માટે ઇન્કમ ટેક્સમાં પણ છૂટ આપવામાં આવે છે. તેના પછી તેના પર બેસ રેટની સાથે 3 ટકાનું વ્યાજ લાગે છે, જે ટિન્યોર પ્રીમિયરથી વધારે ન હોઇ શકે. આ લોનની ચૂકવણી માટે 7 વર્ષનો સમય મળે છે. જોકે મોરેટોરિયમનો સમય 18 મહિનાનો રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *