મહાકુંભમાં ફરી આગ

કલ્પવાસી ટેન્ટના સિલિન્ડરમાં લીકેજથી સર્જાઈ દુર્ઘટના.

મહાકુંભમાં ફરી આગઃ કલ્પવાસી ટેન્ટના સિલિન્ડરમાં લીકેજથી સર્જાઈ દુર્ઘટના 1 - image

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં આગ લાગવાની ઘટનાઓ સતત શરૂ છે. મહાકુંભ મેળામાં રવિવાર (૯ ફેબ્રુઆરી) સવારે કલ્પવાસી ટેન્ટમાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. સેક્ટર ૧૯ સ્થિત વટ માધવ માર્ગ દક્ષિણીમાં ઓમપ્રકાશ પાંડે સેવા સંસ્થાના કલ્પવાસી ટેન્ટમાં કર્મા પ્રયાગરાજ નિવાસી રાજેન્દ્ર જયસ્વાલ રોકાયા હતાં. વહેલી સવારે ટેન્ટની અંદર ગેસ સિલિન્ડર પર ભોજન બનાવવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન અચાનક ગેસ લિકેજના કારણે આગ લાગી હતી. આગના કારણે આસપાસના વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. 

Mahakumbh Fire VIDEO | Prayagraj Kumbh Mela 2025 Fire Accident Photos  Update | महाकुंभ में फिर आग लगी, 22 पंडाल जले: भीड़ को हटाया, बैरिकेडिंग कर  40 मिनट में बुझाई; 20 दिन

મળતી માહિતી મુજબ, આગની ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગની તુરંત કાર્યવાહીના કારણે આગ વિકરાળ સ્વરૂપ લે તે પહેલાં જ તેના પર કાબૂ મેળવી લેવાયો હતો. જોકે, જે ટેન્ટમાં આગ લાગી હતી, તેનો તમામ સામાન બળીને ખાક થઈ ગયો છે. સમગ્ર મામલે કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

Mahakumbh Fire VIDEO | Prayagraj Kumbh Mela 2025 Fire Accident Photos  Update | महाकुंभ में फिर आग लगी, 22 पंडाल जले: भीड़ को हटाया, बैरिकेडिंग कर  40 मिनट में बुझाई; 20 दिन

નોંધનીય છે કે, બે દિવસ પહેલાં (૭ ફેબ્રુઆરી) પણ મહાકુંભ મેળામાં સેક્ટર-૧૮ શંકરાચાર્ય માર્ગ પર ઈસ્કોનના કિચનમાં આગ લાગતાં અફરાતફરી મચી હતી. આગમાં ૨૨થી વધુ કોટેજ (ટેન્ટ) બળીને ખાખ થયા હતા. ઘટનાસ્થળે તુરંત ફાયરબ્રિગેડ પહોંચી હતી. મહા મુશ્કેલી બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. એસીનું ગેસ સિલિન્ડર ફાટતાં આગ લાગી હોવાની જાણવા મળ્યું છે.

See the massive fire in Maha Kumbh in 10 pictures | महाकुंभ मेले में आग की  15 तस्वीरें: लाखों के नोट जले; रेलवे ब्रिज के नीचे आग लगी थी, ऊपर से ट्रेन

આ શિબિરમાં સ્થિત મહારાજ કોટેજમાં એસી લગાવેલા હતા. એસીનું ગેસ સિલિન્ડર ફાટતાં આગ લાગી હોવાનું પ્રારંભિક ધોરણે જાણવા મળ્યું છે. અગાઉ ૩૦ જાન્યુઆરીએ પણ સેક્ટર-૨૨માં અનેક કોટેજમાં આગ લગા હતી. જેમાં ૧૫ કોટેજ બળીને ખાખ થયા હતાં. તદુપરાંત અગાઉ સેક્ટર-૨માં બે કારમાં આગ લાગતાં હડકંપ મચ્યો હતો. ૧૯ જાન્યુઆરીએ પણ સેક્ટર-૧૯માં શિબિરમાં મૂકેલા ઘાસચારામાં આગ લાગી હતી. જેમાં ૧૮ કોટેજ બળી ગયા હતા. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *