બીયર બાયસેપ્સના રણવીર અલ્હાબાદિયાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં, કોમેડિયન સમય રૈનાના શો ઇન્ડિયા ગોટ લેટેન્ટમાં રણવીર અલ્હાબાદિયાએ માતા-પિતા પર કરેલી ટિપ્પણીએ સમગ્ર દેશમાં હોબાળો મચાવ્યો છે. લોકો વાંધાજનક પ્રશ્ન પૂછવા બદલ રણવીર અલ્હાબાદિયા સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન, દેશભરમાં તેમની વિરુદ્ધ FIR પણ નોંધાઈ છે.
રણવીર અલ્હાબાદિયાએ માફી માંગીને વિવાદ શાંત કરવાનો પ્રયાસ કર્યો છે પરંતુ લોકો તેમનાથી ખૂબ ગુસ્સે છે. આ બધા વચ્ચે, સોશિયલ મીડિયા પ્રભાવક ફૈઝાન અંસારીએ રણવીર અલ્હાબાદિયા અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.
ફૈઝાન અંસારીએ રણવીર અલ્હાબાદિયાની જીભ કાપનાર વ્યક્તિને ૫ લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. ફૈઝાન અન્સારીએ એક વીડિયો બનાવીને આ વાતની જાહેરાત કરી છે. ફૈઝાન અંસારીએ કહ્યું, “યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાએ એટલું ઘૃણાસ્પદ કામ કર્યું છે કે જો હું ત્યાં હોત તો મેં તેની જીભ કાપી નાખી હોત. મને ખૂબ શરમ આવે છે. જો આખા દેશમાંથી કોઈ મને રણવીર અલ્હાબાદિયાની જીભ લાવશે, તો હું તેને ૫ લાખ રૂપિયાનું ઇનામ આપીશ.
તમને જણાવી દઈએ કે ફૈઝાન અંસારી એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે અને તે ઘણીવાર બોલિવૂડ સ્ટાર્સ સાથે જોવા મળે છે. તાજેતરમાં જ તે સૈફ અલી ખાન પર થયેલા હુમલા બાદ તેને હોસ્પિટલ લઈ જનાર ઓટો ડ્રાઈવરને ૧૧,૦૦૦ રૂપિયાનું ઈનામ આપવા બદલ સમાચારમાં આવ્યો હતો.