ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૫ નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો.
આઈપીએલ ૨૦૨૫નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આઈપીએલ કાર્યક્રમ પ્રમાણે ઓપનિંગ મેચ ૨૨ માર્ચે ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે કોલકાતામાં રમાશે. આ વખતે ૬૫ દિવસમાં ૭૪ મેચ રમાશે.
૧૮ મે સુધી ૭૦ લીગ સ્ટેજ મેચ રમાશે, જેમાં ૧૨ ડબલ હેડરનો સમાવેશ થશે. એટલે કે ૧ દિવસમાં ૨ મેચ ૧૨ વખત રમાશે. ફાઈનલ ૨૫ મેના રોજ કોલકાતામાં યોજાશે.
