જિલ્લાના સિહોર શહેરની જીઆઇડીસીમાં આવેલી એક ફેક્ટરીમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં ફેક્ટરીમાં કામ કરતા ત્રણ કામદારો ગંભીર રીતે ઘાયલ થયા હતા. બ્લાસ્ટના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોચી આસપાસનો વિસ્તાર સીલ કરવામાં આવ્યો છે.
‘
ફાયર બ્રિગેડની ટીમ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ રાજુ વર્મા (રહે.યુપી), સંજયભાઈ ચૌહાણ (રહે.સિહોર) અને શિવમંગલમ (રહે.યુપી) કામદારોને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ભાવનગરની સર ટી. હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટને કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. પોલીસે ઘટના સ્થળની આસપાસનો વિસ્તાર સીલ કરી દીધો હતો અને સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી હતી.