એક ટ્વિટર યુઝરે કંગનાનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે બોલી રહી છે, ‘આજે મારું ઘર તૂટ્યું છે, કાલે તમારો ઘમંડ તૂટી જશે, આ સમયનું ચક્ર છે, યાદ રાખવું હંમેશાં એક સરખું નથી હોતું. કંગનાએ તેનું ટ્વિટ રિટ્વીટ કર્યું હતું અને લખ્યું હતું કે, “સ્ત્રીને મારવા અને અપમાન કરનારા સાધુઓનો પતન નિશ્ચિત છે, આ તો માત્ર શરૂઆત છે, આગળ આગળ જોવો શું થાય છે?” આ સાથે અભિનેત્રીએ હેશટેગ સાથે અનિલ દેશમુખ અને ઉદ્ધવ ઠાકરેના નામ લખ્યા છે.
ઉલ્લેખનીય છે કે બોમ્બે હાઈકોર્ટના નિર્ણય પછી ગૃહ પ્રધાન અનિલ દેશમુખે રાજીનામું આપી દીધું છે. તે જ સમયે, મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહની અરજી પર બોમ્બે હાઈકોર્ટે ચુકાદો આપતી વખતે અનિલ દેશમુખ વિરુદ્ધ સીબીઆઈ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સપ્ટેમ્બર 2020માં BMCએ કંગનાની ઓફિસમાં તોડફોડ કરી હતી. આ પછી, કંગનાએ એક વીડિયો બહાર પાડ્યો અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિશે આકરી પ્રતિક્રિયા આપી.