એક જ દિવસમાં એકસાથે ૫૩૭ કરોડ રૂપિયાનાં વિકાસ કામો મંજૂર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં વસવાટ કરતા નાગરિકોના ઈઝ ઓફ લિવિંગ વધારવાના હેતુથી મહાનગરપાલિકાઓ, નવરચિત મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના જનસુખાકારી વિકાસ કામો માટે કુલ ૫૩૭.૨૧ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

Gujarat Chief Minister Office, The Chief Minister of Gujarat

આ સંદર્ભમાં તેમણે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના વિવિધ ઘટકો અંતર્ગત ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ અને ભાવનગર એમ ચાર મહાનગરપાલિકાઓને કુલ રૂ.૩૦૯.૭૨ કરોડ જનસુખાકારીના કામો માટે ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

Gujarat Government Reshuffles Senior IAS Officers, Manish Bhardwaj  Appointed to UIDAI

તદનુસાર, ભાવનગર મહાનગરપાલિકાને ડ્રેનેજ નેટવર્ક, વોટર સપ્લાય, રોડ અને સ્ટ્રીટ લાઈટના કામો માટે આંતરમાળખાકીય સુવિધા વૃદ્ધિ અન્વયે રૂ.૩૫ કરોડ ફાળવવામાં આવશે.

Latest News from Government of Gujarat, Official Updates, લેટેસ્ટ સમાચાર  ગુજરાત

આ ઉપરાંત રાજકોટ મહાનગરમાં રાજકોટ-જેતપુર માર્ગ ફોર લેનથી સિક્સ લેનમાં NHAI દ્વારા રૂપાંતરિત કરવાની ચાલી રહેલી કામગીરીના સંદર્ભમાં પાણી પુરવઠા આધારિત પાઇપલાઇન શિફ્ટ કરવાના કામો માટે રૂ.૨૧૨.૫૦ કરોડ ફાળવવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવરચિત પોરબંદર મહાનગરપાલિકાને સિટી બ્યુટીફિકેશન તથા સફાઈ કામગીરી માટે રૂ.૧૩.૩૫ કરોડ અને વહીવટી ક્ષમતા વૃદ્ધિના કામો માટે રૂ.૧૧.૬૯ કરોડ મળીને કુલ ૨૫ કરોડ રૂપિયા ફાળવવા અનુમતિ આપી છે.

આ ઉપરાંત આઉટ ગ્રોથ એરિયા વિકાસ કામો અંતર્ગત સી.સી. રોડ બનાવવા માટે ટંકારાને રૂ.૧.૯૧ કરોડ તથા કેશોદને રૂ.૫.૯૯ કરોડ ફાળવવાની મુખ્યમંત્રીશ્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે દ્વારકા નગરપાલિકાને રૂ.૧૩૧.૭૬ કરોડ ફાળવવામાં આવશે. આ રકમમાંથી દ્વારકા શહેરથી આશરે બે કિલોમીટર પૂર્વે નેશનલ હાઈવે પરથી રૂપેણ બંદર એક્ઝિટ આપી નવા ફોર લેન રોડને કનેક્ટ કરાશે. આ ઉપરાંત દ્વારકા નગરના રુક્ષમણી માતા મંદિર પાસેથી માઈનોર બ્રીજ અને અન્ય સુવિધાઓથી બાયપાસ રિંગરોડ બનાવવાનો પણ મુખ્યમંત્રી શહેરી સડક યોજનાના કામોમાં સમાવેશ કરાશે.

આના પરીણામે દ્વારકાધીશના દર્શન માટે આવતા યાત્રિકો તેમજ શિવરાજપુર પ્રવાસનધામની મુલાકાતે આવનારા પ્રવાસન પ્રેમીઓ અને નાગેશ્વર, બેટ દ્વારકા તથા ઓખા તરફ આવતા-જતા નાગરિકોને વાહનવ્યવહાર માટે વધુ સુવિધા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *