ખેડાની મહુધા પાલિકા કોંગ્રેસનો ગઢ ગણાતી હતી પરંતુ આ વખતે ભાજપે કબજો જમાવી લીધો છે.
સ્થાનિક સ્વરાજના ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. જેમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે તેમજ કોંગ્રેસની ફરીએકવાર ઈતિહાસિક હાર થાય તેવી શક્યતાઓ છે. મહુધા પાલિકા કોંગ્રેસનો ગઢ ગણાતી હતી પરંતુ આ વખતે ભાજપે કબજો જમાવી લીધો છે.
મહુધા પાલિકામાં ભાજપે ઇતિહાસ રચ્યો છે. કોંગ્રેસનો ગઢ ગણાતી મહુધા પાલિકામાં ભગવો લહેરાયો છે. કુલ ૦૬ વોર્ડની ૨૪ બેઠક છે. જેમાં ભાજપના ફાળે ૧૪ બેઠક ગઈ છે જ્યારે અન્યના ખાતામાં ૧૦ બેઠક ગઈ છે.
પંચમહાલની હાલોલ નપાની તમામ ૩૬ બેઠક પર કસેરીયો લહેરાયો છે. કુલ ૯ વોર્ડના ૩૬ બેઠકો પૈકી ૨૧ બિનહરીફ થઈ હતી જ્યારે ૧૫ બેઠકો પર ચૂંટણી યોજાયેલી હતી જેમાં પણ ભાજપનો વિજય થયો છે. તો આ તરફ દ્વારકામાં પણ તમામ ૨૮ સીટ પર ભાજપની જીત થઈ છે.
પાટણના હારીજ નગર પાલિકા પર ભાજપનો ભગવો લહેરાયો છે. તમામ ૨૪ બેઠકના પરિણામ જાહેર થયો છે જેમાં ભાજપને ૧૪, કોંગ્રેસને ૧૦ બેઠક મળી છે.
કચ્છની ભચાઉ નગરપાલિકાની ૨૮ બેઠકનું પરિણામ જાહેર થયું છે. જે તમામ બેઠક પર ભગવો લહેરાયો છે, ત્યારે ભાજપના ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ૨૮ બેઠકોમાંથી ભાજપે ૧૭ બેઠકો બિનહરીફ જીતી હતી. જ્યારે બાકીની બેઠકો માટે વોર્ડ નંબર ૧, ૨, ૩ અને ૬ માં મતદાન યોજાયું હતું જે પણ ભાજપે કબજે કરી લીધી છે.