અમેરિકામાં ફ્લૂનો કહેર

રહસ્યમય બીમારીએ અમેરિકનોનો ભરડો લીધો છે. ૮મી ફેબુ્રઆરી સુધી ૨૦૨૪-૨૫ ની ફ્લુ સીઝનમાં સીડીસીના અંદાજ મુજબ રાષ્ટ્રવ્યાપી ધોરણે ૨.૯ કરોડ કેસ નોંધાયા છે અને તેમા ૩૭૦૦૦૦નું હોસ્પિટલાઇઝેશન કરવામાં આવ્યું છે. આ ફ્લુ સીઝનમાં ૧૬ હજારથી પણ વધુના મોત થયા છે. અમેરિકામાં છેલ્લા દાયકામાં ફ્લુથી થયેલા મોતનો આંકડો પહેલી વખત આ સ્તરે પહોંચ્યો છે. તેથી તંત્ર સ્તબ્ધ છે. 

Signs and Symptoms of Flu | Influenza (Flu) | CDC

ડોક્ટરોને મુખ્યત્વે ઇન્ફ્લુએન્ઝાના બે પ્રકાર એચવનએનવન  અને એચ૩એન૨ને લઈને ચિંતા છે. સીડીસીએ જણાવ્યું હતું કે ફ્લુનું પ્રમાણ વધતા હોસ્પિટલાઇઝેશન અને મોતનું પ્રમાણ વધી રહ્યું છે. 

Biggest cold and flu myths health experts want you to stop believing |  body+soul

તેની પેટર્નના લીધે ચેપનું જોખમ વધી જાય છે. કેલિફોર્નિયા પ્રાતમાં પહેલી જુલાઈથી ફ્લુના ૫૬૧ કેસ નોંધાયા છે અને ૬૫થી ઉપરના જ તેનો ભોગ બન્યા છે. આ સીઝનમાં પીડિયાટ્રિક ફ્લુથી દસ બાળકોના મોત થયા છે, જ્યારે ત્રણ પીડિયાટ્રિક ડેથ થયા છે.

When to See a Doctor About That Persistent Cough | SELF

અમેરિકામાં કેલિફોર્નિયામાં ફ્લુના આંકડાએ કોવિડથી થયેલા મોતના આંકડાના વટાવી દીધા છે. ફ્લુના કેસોમાં અચાનક આવતા અમેરિકન હોસ્પિટલો પર દબાણ વધી ગયું છે.

Flu: When You Should see a Doctor

સીડીસીએ જણાવ્યું હતું કે ૨૦૧૭-૧૮ પછી ફ્લુની આ સીઝન લગભગ તમામ વયજૂથના લોકો માટે અત્યંત જોખમી નીવડી છે. આ વખતે વેક્સિનેશન રેટ ઐતિહાસિક રીતે નીચો છે ત્યારે ફ્લુના પ્રમાણમાં વધારો થયો છે. ફક્ત ૪૪ % પુખ્તો અને ૪૬ % બાળકોએ જ ફ્લુ શોટ લીધો છે. 

Flu cases are rising in UAE: Doctors urge parents not to send infected kids  to school - Medeor Hospital

યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ  પ્રીવેન્શન (સીડીસી)ના જણાવ્યા મુજબ કેલિફોર્નિયામાં લગભગ બધી હોસ્પિટલો ભરેલી છે, ક્લિનિકો પણ બાકી નથી. જ્યાં જુઓ ત્યાં ઇન્ફ્લુએન્ઝા જ છે. લગભગ ૭૦ % થી વધારે રેસ્પિરેટરી વાઇરસ ઇન્ફ્લુએન્ઝા પોઝિટિવ જોવા મળ્યો છે. આમ આ આકડો કોવિડ-૧૯ને પણ વટાવી ગયો છે.

Updates on flu, norovirus, and Covid in Wales as some say 'everyone's got a  cold' - Wales Online

તાજેતરના અઠવાડિયાઓમાં છેલ્લા બે સપ્તાહમાં થયેલા કુલ મોતમાં ફ્લુથી થયેલા મોતનો હિસ્સો સૌથી વધુ ૨.૬ % હતો. જ્યારે કોવિડનો કુલ મોતમાં મહત્તમ હિસ્સો 1.5ટકા રહ્યો હતો. ફ્લુના કેસો વધતાં હોસ્પિટલો પર ફરીથી દબાણ આવ્યું છે. આ જોઈને ટ્રમ્પે મોટાભાગની  હોસ્પિટલોના સ્ટાફને ફરીથી હાયર કરવાની ફરજ પાડી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *