શિવરાજ સિંહે ફ્લાઇટમાં તૂટેલી સીટમાં કરવી પડી મુસાફરી

કેન્દ્રીય કૃષિ મંત્રી અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને એર ઇન્ડિયાની ફ્લાઇટમાં તૂટેલી સીટ પર મુસાફરી કરવી પડી હતી. આથી તેમણે એર ઇન્ડિયાથી નારાજ થઈને કહ્યું હતું કે, ‘મને આશા હતી કે ભારત સરકાર તરફથી એર ઇન્ડિયાનું નિયંત્રણ ટાટા મેનેજમેન્ટને સોંપવામાં આવ્યા બાદ સ્થિતિમાં સુધારો થશે, પરંતુ આ ભ્રમણા સાબિત થઈ. એર લાઇન મુસાફરો સાથે છેતરપિંડી કરી રહી છે.’

Cheating passengers…': Shivraj Singh Chauhan shares 'uncomfortable' flying experience with Air India; airline responds - Airlines/Aviation News | The Financial Express

શિવરાજ સિંહ ચૌહાણે આ અને X પર એક પોસ્ટ લાંબી પોસ્ટ લખીને આ સમગ્ર ઘટનાની માહિતી આપતા લખ્યું કે, ‘આજે મારે ભોપાલથી દિલ્હી આવવું હતું, પુસામાં કિસાન મેળાનું ઉદ્ઘાટન કરવું હતું, કુરુક્ષેત્રમાં પ્રાકૃતિક ખેતી મિશનની બેઠક અને ચંદીગઢમાં ખેડૂત સંગઠનના માનનીય પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવી હતી. આથી મેં એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI436માં સીટ બુક કરાવી. મને સીટ નંબર ૮સી ફાળવવામાં આવી હતી. હું જઈને સીટ પર બેઠો, સીટ તૂટેલી હતી અને અંદર ખાબકેલી હતી. બેસવું તકલીફદાયક હતું.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *